- 60 દિવસ બાદ રાજ કુન્દ્રાને મળ્યા જામીન
- જામીન મળતાં જ ખુશ થઈ શિલ્પા, શેર કરી પોસ્ટ
- પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની થઈ હતી ધરપકડ
મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને જામીન મળ્યાની થોડીક મિનિટોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના સોશિયલ મીડિયા પર ક્વોટ શેર કર્યો કે, 'ખરાબ તોફાન પછી પણ સુંદર ચીજ થઈ શકે છે.' શિલ્પાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આગળ વધીને એક ક્વોટ શેર કર્યું જેમાં લખ્યું હતું કે, 'ખરાબ તોફાન પછી પણ સુંદર ચીજો થઈ શકે છે તે સાબિત કરવા માટે મેઘધનુષ અસ્તિત્વ ધરાવે છે.' 'ધડકન' સ્ટારની આ પોસ્ટ સોમવારે મુંબઈ કોર્ટે તેમના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા બાદ આવી છે.
કુન્દ્રાના વકીલે શું કહ્યું?
કોર્ટે કુંદ્રાના સહયોગી રિયાન થોર્પેને જામીન પણ આપ્યા છે. તેમણે પણ 50,000 રૂપિયાના જામીન આપવા પડશે. કુંદ્રાના વકીલ નિરંજન મુંદાર્ગીએ જણાવ્યું હતું કે, "અમે (કોર્ટ સમક્ષ) રજૂઆત કરી હતી કે કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને તેથી, હવે અમે જામીન માટે અરજી કરી રહ્યા છીએ; જે કોર્ટે મંજૂર કરી છે."
ચાર્જશીટમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન
દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે ઉદ્યોગપતિ કુંદ્રા સામે પોર્નોગ્રાફી કેસના સંદર્ભમાં એસ્પ્લેનેડ કોર્ટ સમક્ષ 1500 પાનાની પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. ગુરુવારે મુંબઈ પોલીસે શેર કરેલી માહિતી મુજબ 1500 પાનાની ચાર્જશીટમાં શિલ્પા સહિત 43 સાક્ષીઓના નિવેદન છે.
કુંદ્રાની 19 જુલાઈએ પોલીસે ધરપકડ કરી હતી