ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવૂડ સ્ટાર્સ લોકડાઉનના દરમિયાન પોતાની પસંદગીના કામ કરી રહ્યા છે.... - બોલીવૂડ સ્ટાર્સ લોકડાઉન

લોકડાઉનને કારણે બધા લોકો પોતાના ઘરે છે. આ સમયનો ઉપયોગ કરીને, કોઈ પુસ્તકો વાંચી રહ્યું છે અને કોઈ રસોઈ બનાવી રહ્યું છે. માધુરી દિક્ષિત નેને અને જેકલીન ફર્નાન્ડીઝે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જણાવ્યું કે તેઓ આ સમયમાં તેમના પ્રિય પુસ્તકો વાંચી રહ્યા છે.

માધુરી દિક્ષિત નેને અને જેકલીન ફર્નાન્ડીઝ
માધુરી દિક્ષિત નેને અને જેકલીન ફર્નાન્ડીઝ

By

Published : Apr 10, 2020, 6:59 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રીઓ માધુરી દિક્ષિત નેને અને જેકલીન ફર્નાન્ડીઝ લોકડાઉન દરમિયાન તેમના મનપસંદ પુસ્તકો વાંચીને તેમના સમયનો સારો ઉપયોગ કરી રહી છે. આ પુસ્તિકા વાંચતી વખતે અભિનેત્રીએ પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

'કિક' અભિનેત્રી હાલમાં અંગ્રેજી લેખક નિક હોર્નબીની નવલકથા 'ફની ગર્લ' વાંચી રહી છે, ત્યારે ધક ધક ગર્લે દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત હાસ્ય કલાકાર ટ્રેવર એન્ડ્ર્યુની આત્મકથા 'વોર્ન અ ક્રાઇમ' વાંચી રહી છે.

કોરોના વાઇરસને કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ છે અને બધા સ્ટાર્સ આઇસોલેશનમાં છે અને દરરોજ કંઇક અલગ કરવા માટે તેમના આ સમયનો ઉપયોગ કરી રહ્યાં છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસ પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 5,865 થઈ છે. જેમાં 591 નવા કોવિડ-19 કેસ છે અને 20 લોકો મૃત્યુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details