ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સૈફ અલી ખાને મનાવ્યો પોતાનો 50મો જન્મદિવસ, કરીનાએ શેર કર્યો વીડિયો - સૈફ અલી ખાન ઇન્સ્ટાગ્રામ

સૈફ અલી ખાને પોતાનો 50મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો હતો. આ અંગે કરીના કપૂરે જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કરીનાના બેબી બમ્પ પણ જોઇ શકાય છે.

કરીના
કરીના

By

Published : Aug 17, 2020, 7:03 AM IST

મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન આજે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ ખાસ દિવસે તે તેના પરિવાર સાથે રહ્યાં હતાં.

અભિનેતાના ચાહકો ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર સૈફના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ દરમિયાન સૈફના જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં સમગ્ર પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે.

કરીના કપૂરે સૈફના જન્મદિવસનો વીડિયો અને ફોટો શેર કર્યા હતાં. જેમાં સૈફ કરીના સાથે કેક કાપી રહ્યાં છે.

ખાસ વાત એ છે કે, સેલિબ્રેશન દરમિયાન કરીના કપૂર બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હાલ કરીના કપૂર પ્રેગ્નેન્ટ છે, જેની જાણકારી સૈફ અલી ખાન અને કરીના કપૂરે પહેલા જ આપી હતી. કરીનાએ બે વીડિયો શેર કર્યા છે, એક વીડિયોમાં સૈફ અને કરીના મસ્તી કરી રહ્યાં છે, જેમાં અભિનેત્રીના બેબી બમ્પ જોઇ શકાય છે. આ જ સમયે બીજા વીડિયોમાં કેક કાપવાના સમયે બંને એકબીજાને પ્રેમથી જોઈ રહ્યાં છે અને સૈફ કરીનાને કિસ કરતો જોવા મળી રહ્યો છે. કરીનાએ વીડિયો શેર કરતાં લખ્યું કે, 'મારા જીવન પ્રકાશને જન્મદિવસની શુભકામનાઓ'. કરીનાની આ પોસ્ટ પર તેની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાએ પણ પ્રતિક્રિયા આપી છે.

આ તરફ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને પણ સૈફ અલી ખાનને જન્મદિવસની શુભકામના પાઠવતા કહ્યું કે, '50મા જન્મદિવસની શુભકામનાઓ ભાઇ. તમે મને દરરોજ 'હું જેવી છું તેવી રહેવાની પ્રેરણા આપો છો અને હંમેશા યાદ અપાવો છો કે, આગળ હજુ પણ સારુ થવાનું છે.' આ સાથે કરિશ્મા કપૂરે સૈફ સાથે એક તસવીર પણ શેર કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત કૃણાલ ખેમુએ પણ એક તસવીર શેર કરી અભિનંદન પાઠવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details