બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'મેડ ઇન ચાઇના'માં એક્ટર એક ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે જોવા મળશે. રાજકુમાર રાવે આજે તેમની અસાધારણ વિશિષ્ટ માર્કેટિંગ વ્યૂહરચના બતાવી હતી. રાજકુમારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા હોલીવુડ સ્ટાર લિયોનાર્ડો ડીકેપ્રિયોને પેન વેચતા જોવા મળે છે. આ પોસ્ટમાં રાજકુમારે તેની ફિલ્મ ધ વુલ્ફ ઓફ વૉલ સ્ટ્રીટથી લિયોનાર્ડોના લાસ્ટ સીનને એક મનોરંજક વળાંક આપ્યો છે. અભિનેતાએ ફ્લિક સાથે કેપ્શનમાં લખ્યું છે, જ્યારે રઘુભાઇ સિંઘ ભાઈને મળ્યા.
વીડિયોની શરૂઆતમાં એક હોલીવુડ સ્ટાર એક વ્યક્તિને પેન વેચવાનું કહે છે. આઇકોનિક દ્રશ્યમાં વળાંક ઉમેરતા રાજકુમાર તે જ હેતુ સાથે પ્રવેશ કરે છે, આગળ એ સાબિત કર્યું કે, પેનને લિયોનાર્ડો ડિકપ્રિયો કરતા વધુ સારી રીતે કોઈ વેચી શકે નહીં. તેમણે વીડિયોમાં 44 વર્ષીય હોલીવુડ સ્ટારને સમજાવવા કહે છે. લીઓ ભાઈ કેમ છો! અરે લીઓ ભાઈ આ પેન તમારી કહાની છે પણ રિફિલ હીરો છે. તો હીરો વેચો.