મુંબઈ: બી-ટાઉન કપલ આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ સોમવારે તેની પુત્રી વરૂષ્કાનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. બંનેએ લોકડાઉન દરમિયાન ઘરે રહીને જ પાર્ટીનું આયોજન કર્યું હતું. કાગળથી લઈને જન્મદિવસના બેનર્સ સુધીનું બધું જ ડેકોરેશન આયુષ્માન અને તાહિરાએ બનાવ્યું છે. જે ઘરેલું સ્ટેશનરીમાંથી બનાવ્યું હતું અને જન્મદિવસની પાર્ટી માટે સજાવટ કરી છે. વધુમાં તાહિરાએ કહ્યું કે, હું છ નાની કેક બનાવવાની છું. આયુષ્માન મને બાળકો માટે ટ્રેઝર હન્ટ બનાવવામાં મદદ કરી રહ્યો છે. મનોરંજન માટે સંગીતની વ્યવસ્થા પણ કરી છે.
લોકડાઉનમાં આયુષ્માન-તાહિરાએ કંઈક આવી રીતે કરી પુત્રીના જન્મદિવસની તૈયારી - આયુષ્માનની પત્ની તાહિરા
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાએ જણાવ્યું કે, હું છેલ્લા 10 દિવસથી અમારી દીકરાના જન્મદિવસની તૈયારી કરી રહી હતી. બજારમાં કોઈ ફુગ્ગાઓ અથવા સ્ટ્રીમર ઉપલબ્ધ ન હોવાથી ઘરે સુશોભનની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું છે.

લોકડાઉન
આ અંગે તાહિરાએ કહ્યું કે, "અમે છેલ્લા 10 દિવસથી અમારી દીકરાના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યાં હતાં. બજારમાં કોઈ ફૂગ્ગાઓ કે સ્ટ્રીમર ઉપલબ્ધ ન હોવાથી અમે ઘરે જ સુશોભનની ચીજો બનાવવાનું શરૂ કર્યું છે. અખબારો અને કાગળની શીટથી સુશોભન કર્યું છે. આ બધુ બનાવવાની મજા આવી. મહત્વનું છે કે, આયુષ્માન અને તાહિરાએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર વિરાજવીર પણ છે.