ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાવેદ અખ્તર અને હેમા માલિનીએ મુરાદાબાદની ઘટનાની કરી ટીકા, કહ્યું- 'શરમજનક' - કોરોના વાઇરસની અસર

જાવેદ અખ્તર અને હેમા માલિનીએ મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર થયેલા હુમલાની ઘટના અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટરથી આ આખી ઘટનાને 'ઘૃણાસ્પદ' અને 'શરમજનક' ગણાવી છે.

etv bharat
જાવેદ અખ્તર-હેમા માલિનીએ મુરાદાબાદની ઘટનાની ટીકા કરી , કહ્યું 'શરમજનક' છે

By

Published : Apr 18, 2020, 10:30 PM IST

મુંબઇ: અભિનેત્રી-રાજકારણી હેમા માલિની અને કવિ-ગીતકાર જાવેદ અખ્તરે આ સપ્તાહની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક તબીબી ટીમ પર થયેલા હુમલો અને એમ્બ્યુલન્સ ઉપર પથ્થરમારોની નિંદા કરી છે.

ઘૃણાસ્પદ ગણાવતાં હેમા માલિનીએ શનિવારે ટ્વીટ કર્યું કે, 'મિત્રો, મને ખાતરી છે કે તમે અમારા બહાદૂર કોરોના લડવૈયાઓને કેવી રીતે પથ્થરમારો અને હુમલો કર્યો છે. તે વાંચ્યું હશે અથવા જોયું હશે, જેના કારણે તેઓ ઘાયલ થયા છે. ડોક્ટર, નર્સ, પોલીસ કર્મચારીને કોઈ બક્ષતું નથી! ખૂબ જ ઘોર! આ લોકો આપણા માટે કેટલું બલિદાન આપી રહ્યા છે, તેમની સાથે આદર સાથે વર્તો.

તેમણે એક વીડિયો સંદેશ પણ બહાર પાડ્યો છે. જેમાં અભિનેત્રીએ કહ્યું હતું કે 'મિત્રો, બીજા લોકડાઉન પછી આવી કૃત્યો કરો છો? હજી બે દિવસ પહેલા જ કેટલાક લોકોએ એમ્બ્યુલન્સ ઉપર હુમલો કર્યો હતો, પથ્થર ફેંકી, તેમના પર થૂંક્યા..શર્મે કરો, થોડી માનવતા રાખો. '

જાવેદ અખ્તરે શનિવારે ટ્વિટર પર આ ઘટનાની નિંદા કરતા આને શરમજનક ગણાવી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details