ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના વાયરસઃ હેમા માલિનીએ વિદેશ મુસાફરી ટાળવા કર્યું સૂચન - બોલીવુડ ન્યૂઝ

કોરોના વાયરસના વધતાં પ્રકોપને લઈ તંત્ર દ્વારા લોકોને સચેન રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બોલીવૂડ પણ કોરોના વાયરસના સંક્રમણને લઈને ગંભીર થયું છે. સૌ પોતાના ચાહકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરવાના પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે અભિનેત્રી હેમા માલિનીએ શુક્રવારે મીડિયા સાથે વાત કરતાં સૌને કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે વિદેશયાત્રા ટાળવાનું સૂચન કર્યુ હતું.

hema malini
hema malini

By

Published : Mar 13, 2020, 5:26 PM IST

મુંબઈઃ વિશ્વભરમાં વકરી રહેલા કોરોના વાયરસના કારણે ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે દરેક ક્ષેત્રમાં મંદી જોવા મળી રહી છે. ફિલ્મી ક્ષેત્રે પણ વિદેશ પ્રવાસને હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. ત્યારે હેમા માલિનીએ શુક્રવારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે વિદેશયાત્રા ટાળો."

આમ, 71 વર્ષીય અભિનેત્રીએ મહામારીને અવગણ્યા વગર તેની ગંભીરતા સમજીને તે અંગે સચેત રહેવા જણાવ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે," હાલ બધા વૉટસએપ પર કોરોના વાયરસને લઈ મજાક કરી રહ્યાં છે. ‘કરોના’,‘મરોના’ જેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે. પણ આ બધી વાતોને મજાક લેવાને બદલે આપણે તેના માટે ગંભીર થવાની જરૂર છે."

આગળ વાત કરતાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે, "કોરનોના વાયરસના કારણે અનેક કાર્યક્રમોને રદ્દ કરવા પડ્યાં છે. ભારતમાં કોરોના વાયરસથી પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો, દેશમાં કેટલાય રાજ્યોમાં મહામારી જાહેર કરવામાં આવી છે. તેથી આપણે સૌએ આ બીમીરા સામે લડવા માટે ગંભીર થવાની જરૂર છે."

ABOUT THE AUTHOR

...view details