- રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
- શિલ્પાને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે
- શિલ્પા શેટ્ટીની ફિલ્મ હંગામા 2 હોટસ્ટાર પર રિલીઝ થશે
મુંબઇ: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood actress Shilpa Shetty)ના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની અશ્લીલ ફિલ્મો (pornographic films) બનાવવાના કેસમાં મુંબઈ પોલીસે (Mumbai Police) સોમવારે ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની જેજે હોસ્પિટલમાં મુંબઇ પોલીસે મેડિકલ તપાસ કરાવી હતી. પોર્નોગ્રાફીના કેસમાં નામ સામે આવ્યા બાદ રાજ કુંદ્રાની ઈમેજની સોશિયલ મીડિયા પર ધજ્જીયા ઉડી રહી છે. શિલ્પાને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે.
રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
બોલિવૂડના સૌથી લોકપ્રિય દંપતી રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી માટે આજે 23 જુલાઈનો દિવસ ખૂબ મહત્વનો છે. બંનેની કારકિર્દી આ દિવસે દાવ પર છે. એક તરફ પોર્નોગ્રાફીના કન્ટેન્ટ કેસમાં જેલની સલાખો પાછળ બેઠેલા રાજ કુંદ્રાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેની ધરપકડ બાદ તેને 3 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ મામલે વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવશે. બીજી બાજુ શિલ્પા શેટ્ટી 14 વર્ષ પછી ફિલ્મોમાં પરત ફરી છે. તેમની ફિલ્મ હંગામા 2 આ દિવસે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.
શિલ્પા-રાજના ભાગ્યનો નિર્ણય આજે લેવામાં આવશે
શિલ્પા શેટ્ટીએ વર્ષો પછી ફિલ્મોમાં કમબેક કર્યું હતું. તે પણ તે માટે ખૂબ જ ઉત્સાહિત હતી. ફિલ્મની રિલીઝ ડેટ નજીક રાજ કુંદ્રાની અશ્લીલ મૂવી બનાવવાનો પર્દાફાશ થયો. જે બાદ મનોરંજનની દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. રાજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટી પણ પતિ વિવાદોમાં પડ્યા પછી તે સોશિયલ મીડિયા અને પાપારાઝીથી દૂર થઈ ગઈ. શિલ્પા તેના શો સુપર ડાન્સરના શૂટ પર પણ ગઈ ન હતી. તે ફિલ્મનું યોગ્ય રીતે પ્રમોશન પણ કરી શકી નથી.
રાજની ધરપકડ કરી લેવા માટે Mumbai Police ને ત્રણ મહિનાનો સમય લાગ્યો
Bollywood actress Shilpa Shettyના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra ) અશ્લીલ ફિલ્મ મેકિંગની પ્રવૃત્તિઓ ફેબ્રુઆરી-માર્ચમાં મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના રડાર ઉપર આવી હતી. જોકે અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તે પ્રકાશિત કરવાના આક્ષેપ સાથેના કેસમાં રાજની ધરપકડ કરી લેવા માટે Mumbai Police ને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ( Bollywood actress Shilpa Shetty )ના પતિ રાજ કુંદ્રાની (Raj Kundra ) સોમવારે રાત્રે ક્રાઇમ બ્રાંચ ( Mumbai Police ) દ્વારા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલાક એપ્સ દ્વારા તેને પ્રકાશિત કરવાના કેસ સંબંધિત છે. મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મજબૂત કેસ બનાવવા માટે ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા મળ્યાં