ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના સંકટ: પ્રભાસની સરાહનીય કામગીરી, સરકારી રાહત ફંડમાં 4 કરોડનું દાન કર્યું - corona effect in bollywood

દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ફિલ્મી જગતાના દિગ્ગજો લોકોના વ્હારે આવ્યાં છે. પવન કલ્યાણ અને તેના ભત્રીજા રામ ચરણ પછી હવે સુપરસ્ટાર પ્રભાસે પણ કોવિડ 19માંથી બચાવ માટે સરકારી રાહત ફંડમાં 4 કરોડ રૂપિયા દાન આપ્યા છે. જેમાંથી 3 કરોડ પ્રધાનમંત્રી રાહત ભંડોળ અને 50-50 લાખ રૂપિયા આંધ્ર અને તેલંગાણાના મુખ્યપ્રધાન રાહત ભંડોળમાં જશે.

પ્રભાસે સરકારી રાહત ભંડોળને 4 કરોડનું દાન આપ્યું
પ્રભાસે સરકારી રાહત ભંડોળને 4 કરોડનું દાન આપ્યું

By

Published : Mar 27, 2020, 10:32 AM IST

હૈદરાબાદ: ફિલ્મ 'બાહુબલી'થી લોકપ્રિય બનેલા તેલુગુ સ્ટાર પ્રભાસે કોરોના વાઇરસના રોગચાળા સામે લડવા માટે 4 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

પ્રભાસ હાલમાં જ જ્યોર્જિયાથી પરત ફર્યો છે, જ્યાં તેની આગામી ફિલ્મ 'પ્રભાસ 20'ની શૂટિંગ થઇ રહ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેની જોડી જોવા મળશે.જ્યોર્જિયાથી પરત ફર્યા પછી, સાવચેતીના ભાગ તરીકે બંનેએ 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા હતા.

પ્રભાસ પહેલા તેલુગુ અભિનેતા પવન કલ્યાણએ 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. જેની પ્રેરણાથી તેમના ભત્રીજા રામચરણએ પણ 70 લાખ રૂપિયા તેમજ સુપરસ્ટાર ચિરંજીવી 1 કરોડ અને સુપરસ્ટાર મહેશ બાબુએ પણ રાહત ભંડોળ માટે 1 કરોડનું દાન આપ્યું છે.

આ સિવાય બોલિવૂડના ખ્યાતનામ અને હાસ્ય કલાકાર કપિલ શર્મા અને પ્રખ્યાત ગાયક હંસ રાજ હંસે પણ કોવિડ-19 ના બચાવમાં મદદ માટે સરકારી રાહત ફંડમાં 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા.

લોકડાઉન દરમિયાન, બોલિવૂડના કેટલાક સેલેબ્સ 'આઈ સ્ટેન્ડ વિથ હ્યુમનિટી' નામની પહેલમાં ભાગ લેવા આગળ આવ્યા હતા, જે અંતર્ગત દૈનિક વેતન મેળવતા મજૂરને લગભગ 10 દિવસનો ખોરાક અને આવશ્યક વસ્તુઓ આપવામાં આવશે. જેમાં આયુષ્માન ખુરાના, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત, તાપ્સી પન્નુ, વરૂણ શર્મા, કિયારા અડવાણી, દિયા મિર્ઝા, રાજકુમાર હિરાની અને નીતેશ તિવારી જેવા કલાકાર સામેલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details