ગુજરાત

gujarat

By

Published : Apr 28, 2020, 8:08 AM IST

ETV Bharat / sitara

'હસમુખ' ટેલિકાસ્ટ પર પ્રતિબંધની અરજી પર નેટફ્લિક્સને નોટિસ

નેટફ્લિક્સની નવી વેબસીરીઝ વિવાદમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. હાસ્ય કલાકાર અને અભિનેતા વીર દાસ સ્ટારર આ વેબ સિરીઝને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં સીરિઝના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

husmukh released
husmukh released

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે વેબસીરીઝ 'હસમુખ'ના પ્રસારણ પર રોક લગાવવા માંગતી અરજીનો જવાબ મેળવવા સોમવારે વીડિયો સ્ટ્રીમિંગ એપ્લિકેશન નેટફ્લિક્સને નોટિસ ફટકારી છે. આ વેબ સીરિઝ પર વકીલોની છબીને દૂષિત કરવાનો આરોપ છે.

જસ્ટિસ સંજીવ સચદેવાની અધ્યક્ષતાવાળી હાઈકોર્ટની સિંગલ બેંચે આ અરજી અંગે લેખિતમાં નિવેદનો નોંધવા અને પ્રસારણ પરના કાયમી હુકમો લેવા અને ટેલિકાસ્ટ પરના તેના વચગાળા અંગે નેટફ્લિક્સ અને વેબસીરીઝના નિર્માતાઓ અને નિર્દેશકોને નોટિસ ફટકારી છે.

કોર્ટે આ મામલા પર સુનાવણીની તારીખ તરીકે 7 જુલાઇ નક્કી કરી છે. આ સાથે જ શોના ટેલિકાસ્ટ પર વચગાળાના સ્ટે માટેની અરજી પરનો હુકમ અનામત રાખ્યો છે.

એડવોકેટ આશુતોષ દુબે દ્વારા દાખલ કરેલી અરજીમાં કોર્ટને વેબસીરીઝના નિર્માતાઓ, નિર્દેશકો અને લેખકોને બિનશરતી માફી માંગવા જણાવ્યું છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વેબસીરીઝે ન્યાયાધીશો સહિત વકીલ સમુદાયની છબીને કલંકિત કરી છે, કેમ કે તેઓ પણ એક વખત વકીલ હતા.

પિટિશનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "શૉ પરની ટિપ્પણીઓને લીધે કાનૂની વ્યવસાયને ઘણું નુકસાન થયું છે અને સ્ટ્રીમિંગ વેબસાઇટના લાખો દર્શકો / ગ્રાહકોની નજરમાં વકીલોની છબીને કલંકિત કરવામાં આવી છે."

ABOUT THE AUTHOR

...view details