મુંબઈ: બોલીવુડ અભિનેત્રી દિશા પટણી આજે પોતાનો 28 મા જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. તેણે તેલુગુ ફિલ્મ લોફરથી અભિનયની શરૂઆત કરી હતી. બોલીવૂડની વાત કરીએ તો તેણે મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' (2016) સાથે ઇન્ડસ્ટ્રીઝ માં પ્રવેશ કર્યો હતો. તેનો અભિનય અને સુંદરતાએ લોકોનું દિલ જીતી લીધું.
Birthday Special : દિશા પટણીની ફિલ્મી સફર પર એક નજર... - અભિનેત્રી દિશા પટણી
દિશા પટણી આજે તેના 28મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે. તેણે તેલુગુ ફિલ્મમાં અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમજ મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોગ્રાફી "એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી"માં પણ જોવા મળી હતી.
![Birthday Special : દિશા પટણીની ફિલ્મી સફર પર એક નજર... બોલીવુડ અભિનેત્રી દિશા પટણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7595275-819-7595275-1592011206738.jpg)
બોલીવુડ અભિનેત્રી દિશા પટણી
દિશા પટણીની ફિલ્મની સફર પર એક નજર
દિશા ઉતરાખંડમાં રહે છે. તેના પિતા જગદીશ સિંહ પોલીસ અધિકારી છે. તેની માતા હેલ્થ ઇન્સ્પેક્ટર છે. તેમજ તેની બહેન ખુશ્બુ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ છે. એક ભાઈ પણ છે, જેનું નામ સૂર્યાંશ છે.
આ અભિનેત્રી આ વર્ષ મલંગ ફિલ્મમાં પણ જોવા મળી હતી. જેમાં આદિત્ય રોય કપુર, અનિલ કપુર, કુણાલ ખેમુ જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.