ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાથી મને કોઈ વાંધો નથી ઃ સની લિયોન

મુંબઇઃ અભિનેત્રી સની લિયોન કે જેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા પ્રશંસક છે. તાજેતરમાં તેણે કહ્યું હતું કે તેઓ ટ્રોલ્સથી કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં નથી. સનીએ સોમવારે ઇન્ડિયા લાઇસન્સિંગ એક્સ્પો 2019માં પોતાની લૅન્જરી બ્રાન્ડ 'ઇન્ફેમસ'ના લોન્ચ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી.

સોશીયલ મીડિયા પર ટોલિંગ સાથે મને કોઇ પરેશાની નથી ઃ સની લિયોન

By

Published : Jul 10, 2019, 12:37 PM IST

અહીં તેને પૂછવામાં આવ્યુ હતુ કે, જ્યારે લોકો તેમની ડ્રેસિંગ સેન્સના કારણે તેમને ટ્રોલ કરવામાં આવે છે ત્યારે તેમને ખરાબ લાગે છે કે નહીં ? આ સવાલનો જવાબ આપતા કહ્યુ હતું કે, મને લાગે છે કે એક સેલિબ્રિટીના કારણે અમારે દરરોજ ટ્રોલ થવુ પડે છે અને મને આનાથી કોઇ મુશ્કેલી થતી નથી. હું મારા પસંદના કપડા પહેરુ છુ, હું એજ પહેરુ છુ જે એ સમયે મને સારુ લાગે છે.

ત્યાંજ પોતાની આવનારી ફિલ્મ વિશે વાત કરતા સનીએ કહ્યુ કે-" હું અર્જુન પટિયાલા"નો ભાગ છુ અને 'કોકા કોલા' નામની એક ફિલ્મ પણ કરી રહી છું, જે આ વર્ષે રિલીઝ થઇ શકે છે. "આ પછી સનીને પૂછવામાં આવ્યુ કે શું તે બોલીવુડમાં ફિલ્મોનું નિર્માણ કરવાની ઇચ્છા ધરાવે છે, તો તેણે કહ્યુ કે તેમની પ્રોડક્શન ટીમ એક સારી પટકથા પર નજર રાખી બેઠા છે.

આ પૂછવા પર તે પોતાને એક વ્યવસાયી મહિલાના રુપમાં કેવી રીતે જોવે છે, તેમણે કહ્યુ કે " મને લાગે છે કે હું ખૂબ જ સારી છું, પરંતુ મારા પતિ (ડેનિયલ વેબર) પણ સારા છે. અમે બંને પોતાના વ્યવસાયને લઇ ખૂબ જ અલગ રીતે કામ કરીએ છીએ. પરંતુ અમે આ સમાન લક્ષણને મેળવવા માટે પ્રયાસમાં લાગ્યા હોય છે. અમારા પરિણામ અને લક્ષ્ય હંમેશા એક જેવા જ હોય છે, આથી જ મને લાગે છે કે હું એક ખૂબ સારી વ્યવસાયી છું."

ABOUT THE AUTHOR

...view details