વૉશિંગ્ટન: પહેલાથી જ દુષ્કર્મ અને જાતીય ગુનાના કેસમાં 23 વર્ષની સજા ભોગવી રહેલા હૉલીવુડના પ્રખ્યાત નિર્માતા હાર્વે વેંસ્ટીન ગુરુવારે દુષ્કર્મના 4 અન્ય આરોપો પણ લાગ્યાં છે.
હૉલીવૂડ ફિલ્મ નિર્માતા હાર્વે વેંસ્ટીન પર વધુ ચાર દુષ્કર્મના આરોપ - હાર્વે વેંસ્ટીન કેસ
પહેલાથી જ દુષ્કર્મ અને જાતીય ગુનાના કેસમાં 23 વર્ષની સજા ભોગવી રહેલા હૉલીવૂડના પ્રખ્યાત નિર્માતા હાર્વે વેંસ્ટીન ગુરુવારે દુષ્કર્મના 4 અન્ય આરોપો પણ લાગ્યા છે.
અહેવાલ મુજબ, જે ચાર મહિલાઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે, તેમાંથી ઘટના સમયે એક માત્ર 17 વર્ષની હતી. આક્ષેપો મુજબ આ જાતીય સતામણી 1984થી 2013ની વચ્ચે થઈ હતી. મીડિયામાં પ્રસ્તુત કેસ મુજબ, 1994માં આ મહિલા જે 17 વર્ષની હતી, તેણે ફિલ્મ નિર્માતા પર 'પોતાને ખોટી રીતે કેદ કરી, તેના પર જાતીય હુમલો અને દુષ્કર્મ' કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ચાર ઘટનાઓમાં સૌથી તાજેતરની ઘટના 2013માં બની હતી. આક્ષેપ મુજબ, એક હંગેરિયન મહિલાએ કહ્યું કે, તે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં વેંસ્ટીનને મળી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે, ઑફિસમાં ઓડિશન માટે મળ્યા બાદ જ્યારે હોટલમાં નિર્માતાને મળી ત્યારે વેંસ્ટીને જાતીય કૃત્ય કરવા દબાણ કર્યું હતું.