ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood Gossip: જાણો, હર્ષાલી મલ્હોત્રા AKA મુન્નીની તેના ફેન્સ કેમ ઉડાવી રહ્યા છે મજાક... - Harshali Malhotra Instagram

અભિનેતા સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાન(Bajrangi Bhaijaan)માં કામ કરનારી હર્ષાલી મલ્હોત્રા(Harshali Malhotra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હર્ષાલીએ ફરી એક વાર ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે 'દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ' ગીત પર ડાન્સ કરી અલગ અલગ એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે, પરંતુ તેના ફેન્સને આ વીડિયો જરાય પસંદ નથી આવી રહ્યો અને ફેન્સે તેની મજાક ઉડાવી હતી.

હર્ષાલી મલ્હોત્રા
હર્ષાલી મલ્હોત્રા

By

Published : Jul 8, 2021, 8:11 PM IST

  • બજરંગીની મુન્નીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • વીડિયોમાં હર્ષાલીએ આપ્યા અલગ અલગ એક્સપ્રેશન
  • એક યુઝરે હર્ષાલીની ઉડાવી મજાક

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): હર્ષાલી મલ્હોત્રા(Harshali Malhotra)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દેખો 'દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ' ગીત પર ડાન્સ કરી અલગ-અલગ એક્સ્પ્રેશન આપી રહી છે. આ વીડિયોમાં હર્ષાલી નાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે, પણ અચાનક તે ફ્લિપ કરતા બ્લૂ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જો કે, કેટલાક ફેન્સને હર્ષાલીનો આ વીડિયો જરાય પસંદ નથી આવ્યો. એક યુઝરે તો કમેન્ટ કરી હતી કે, "આઓ, મુન્ની તુમ્હે પાકિસ્તાન છોડ આએ" તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, "સારો વીડિયો નથી બન્યો".

આ પણ વાંચો: Happy Birthday Munni : બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી 13 વર્ષની થઈ

નવા નવા વીડિયો સાથે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે હર્ષાલી

હર્ષાલીના આ વીડિયોને અત્યાર સુધી 10,000થી વધુ લાઈક્સ અને 282થી વધુ કમેન્ટ મળી છે. હર્ષાલી સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તે ફિલ્મમાં તેના અભિનયના વખાણ થયા હતા. જોકે, અત્યારે હર્ષાલી સોશિયલ મીડિયા પર નવા નવા વીડિયોઝ શેર કરતી રહે છે.

ABOUT THE AUTHOR

...view details