ન્યૂઝ ડેસ્ક: હાલ સમગ્ર દેશમાં હોળીનો માહોલ છે અને દરેકના ચહેરા રંગ અને ગુલાલથી રંગાયેલા (Vicky Kat First Holi) છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ પણ હોળી પર હંગામો મચાવવામાં વ્યસ્ત છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમના ચાહકોને હોળીની શુભકામનાઓ (Happy Holi 2022) પાઠવી છે. આ પહેલા કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરાએ ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. હવે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અને સુંદર અભિનેત્રી કેટરીના કૈફે ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી છે. કેટરિના હાલમાં પતિ વિકી કૌશલ, દિયર સની કૌશલ અને સાસુ સાથે તેના સાસરિયાંના ઘરે હોળી રમી રહી છે.
આ રીતે કરી કેટરીનાએ હોળીની ઉજવણી:કેટરીના કૈફના લગ્ન પછી આ પહેલી હોળી છે. કેટરીના તેના સાસરિયામાં આ તહેવારની ઉજવણી કરી રહી છે. કેટરિના કૈફે હોળીની ઉજવણીની તસવીરો શેર (Social Media) કરી છે.