ગુજરાત

gujarat

ETV Bharat / sitara

kareena celebrating holi with kids: બાળકો સાથે હોળીના રંગમાં રંગાઇ કરીના કપૂર - Holi Celebration

કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરા તેમના બાળકો સાથે હોળીની ઉજવણી (Holi Celebration) કરી રહી છે. કરીના અને પ્રિયંકાએ ફેન્સને હોળીની શુભેચ્છા (Happy Holi) પાઠવી છે.

Happy Holi: હોળીના રંગમાં રંગાઇ કરીના કપૂર અને તેના બાળકો
Happy Holi: હોળીના રંગમાં રંગાઇ કરીના કપૂર અને તેના બાળકો

By

Published : Mar 18, 2022, 4:34 PM IST

ન્યૂઝ ડેસ્ક: દેશભરમાં હોળીનો માહોલ છે. મસ્તીની ટીમો રંગો અને ગુલાલ સાથે ગલી ગલી ફરી રહ્યાં છે, ત્યારે બોલિવૂડ સેલેબ્સ પણ પોતપોતાની સ્ટાઈલમાં હોળી સેલિબ્રેટ (Holi Celebration) કરી રહ્યાં છે. ઘણા સેલેબ્સે તેમના ફેન્સને હોળીની શુભેચ્છાઓ મોકલી છે. હવે બોલિવૂડની બે સુંદર મહિલાઓ પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર ખાને ફેન્સને હોળીની શુભેચ્છા (Happy Holi) પાઠવી છે. પ્રિયંકા ચોપરા તેના બાળક સાથે પ્રથમ હોળીની ઉજવણી કરી રહી છે. કરીના કપૂર પુત્ર જેહ સાથે મસ્તી કરતી જોવા મળી છે.

બાળકો સાથે હોળીના રંગમાં રંગાઇ કરીના કપૂર

કરીનાએ હોળીની સુંદર તસવીર શેર કરી કહ્યું..કરીના કપૂર ખાને હોળીના તેના માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે. એક તસવીરમાં કરીના પુત્ર જેહ સાથે બીચ પર રેતીનો ઢગલો કરતી જોવા મળે છે. આ તસવીર સાથે કરીનાએ લખ્યું છે કે, 'હોળી પર રેતીનો ઢોળ બનાવ્યો'. કરીનાએ બન્ને બાળકો (તૈમૂર અને જેહ), મોટી બહેન કરિશ્મા કપૂર અને તેની બેસ્ટ ફ્રેન્ડ નતાશા પૂનાવાલા સાથે માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે. કરીનાએ તૈમુર અલી ખાનની જેટ સ્કીનો આનંદ ઉઠાવતી એક તસવીર શેર કરી છે. કરિશ્મા કપૂરના બે બાળકો અદારા અને કિયાન પણ અહીં મસ્તી કરી રહ્યા છે.

બાળકો સાથે હોળીના રંગમાં રંગાઇ કરીના કપૂર

આ પણ વાંચો:Y Category Protection For Vivek Agnihotri :'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી

પ્રિયંકા ચોપરા હોળી મનાવવા માટે રોમથી અમેરિકા પહોંચી:પ્રિયંકા ચોપરા તેના સાસરિયાઓ સાથે હોળી મનાવવા માટે રોમથી અમેરિકા પહોંચી છે અને તેણે તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પણ ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી છે.

પ્રિયંકાએ ફેન્સને હોળીની શુભેચ્છા પાઠવી

પ્રિયંકાએ તસવીર શેર કરી લખ્યું..એક તસવીરમાં તેણે 'હાય હોમ' લખ્યું છે. પ્રિયંકા અને નિક જોનસ તેમના બાળક સાથે તેમની પ્રથમ હોળીની ઉજવણી કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ તાજેતરમાં સરોગસી દ્વારા પ્રથમ બાળકના માતા-પિતા બન્યાં છે.

આ પણ વાંચો:Happy Holi: આ બોલિવૂડ સ્ટાર્સે ફેન્સને પાઠવી હોળીની શુભેચ્છાઓ

ABOUT THE AUTHOR

...view details