ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Holi: આ બોલિવૂડ સ્ટાર્સે ફેન્સને પાઠવી હોળીની શુભેચ્છાઓ - ફિલ્મ બચ્ચન પાંડે આજે સિનેમાઘરોમાં રિલીઝ

હોળીના (Happy Holi) ખાસ તહેવાર પર બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચનથી લઈને કોમેડિયન કપિલ શર્મા તેમના ફેન્સને હોળીની શુભેચ્છા પાઠવી (Bollywood Stars Wish Her Fans On Holi Festival) રહ્યાં છે.

Happy Holi: હોળીના તહેવારની આ બોલિવૂડ સ્ટાર્સે ફેન્સને પાઠવી આ અંદાજમાં શુભેરછાઓ
Happy Holi: હોળીના તહેવારની આ બોલિવૂડ સ્ટાર્સે ફેન્સને પાઠવી આ અંદાજમાં શુભેરછાઓ

By

Published : Mar 18, 2022, 2:47 PM IST

ન્યૂઝ ડેસ્ક: આજે હોળીના તહેવાર (Happy Holi) ને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે રંગોથી ભરેલો હોળીનો તહેવાર ફિક્કો પડી ગયો હતોં, ત્યારે ફિલ્મ જગત હોળીની ઉજવણી માટે ફેમસ છે, તેથી સેલેબ્સ પણ બે વર્ષ સુધી ધીરજથી બેઠા હતા. હવે બોલિવૂડમાં હોળીની જોરદાર ધામધૂમ થશે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ તેમના ફેન્સને હોળીની શુભેચ્છાઓ પાઠવી (Bollywood Stars Wish Her Fans On Holi Festival) રહ્યાં છે.

સદીના 'મેગાસ્ટાર' અમિતાભ બચ્ચન ફેન્સને શુભકામના આપવાનું ભૂલતા નથી, પછી તે દેશમાં કોઈપણ તહેવાર હોય. બિગ બીએ તેમના ફેન્સને રંગોના આનંદ અને ઉલ્લાસના તહેવાર હોળી પર શુભેચ્છાઓ આપી હતી અને ફેન્સને સ્વસ્થ જીવન અને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.

બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમારે ફેન્સને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અક્ષયે 'બચ્ચન પાંડે'ની આખી ટીમ વતી ફેન્સને હોળીની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:Film Nayika Devi Poster Release: ગુજરાતની ઐતિહાસિક ફિલ્મ 'નાયિકા દેવી'માં કોમેડિયન એક્ટરની ખ્યાતિ મેળવનાર ચંકી પાંડે આ અવતરમાં આવશે નજર

બોલિવૂડના અનુભવી અભિનેતા અને પોતાની અદ્દભુત કોમેડીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરનાર અભિનેતા પરેશ રાવલે આ વખતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા વતી હોળીની શુભેચ્છા પાઠવી છે. પરેશે લખ્યું, 'રંગોનો આ તહેવાર તમારા માટે વધુ ખુશી, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે, નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા તરફથી બધાને હોળીની શુભકામનાઓ'.

ટોપ કોમેડિયન કપિલ શર્મા હવે સ્ટાર બની ગયો છે અને તેના ફેન્સની યાદી બોલિવૂડ એક્ટરથી ઓછી નથી. કપિલે રંગોમાં રંગવાનું પણ શરૂ કર્યું છે અને હોળી-દિવાળી પર ફેન્સનું ખાસ ધ્યાન રાખીને તેમને શુભેચ્છા પાઠવે છે. કપિલે હોળી પર ફેન્સને કહ્યું છે કે, 'તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, હેપ્પી હોળી 2022'.

આ પણ વાંચો:Happy Holi: ધૂળેટીના તહેવારને વધુ ખાસ બનાવા આ ગીતો સાથે બોલાવો રમઝટ

For All Latest Updates

TAGGED:

Happy Holi

ABOUT THE AUTHOR

...view details