- બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફનો આજે 38મો જન્મદિવસ
- બોલિવુડના અનેક કલાકાર સહિત ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છા
- કેટરીનાએ વર્ષ 2003માં બૂમ ફિલ્મથી બોલિવુડમાં કરી હતી એન્ટ્રી
અમદાવાદઃબોલિવુડની અભિનેત્રી કેટરીના કૈફ (katrinakaif) નો આજે 16 જુલાઈએ 38મો જન્મદિવસ છે. ત્યારે બોલિવુડના તમામ કલાકારો અભિનેત્રી કેટરીના કૈફને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. કેટરીનાએ વર્ષ 2003માં ફિલ્મ 'બૂમ'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી અત્યાર સુધી કેટરીનાએ અનેક મહત્વના રોલ ભજવી દર્શકોને પોતાની તરફ આકર્ષી બોલિવુડમાં એક અલગ જ સ્થાન મેળવ્યું છે.
કેટરીનાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ પૂર્ણ
બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે આજે કેટરીનાનો 38મો જન્મદિવસ હોવાથી બોલિવુડના અનેક કલાકારો અને તેના ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેટરીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ સમયગાળા દરમિયાન કેટરીના અનેક સુપરસ્ટાર સાથે ફિલ્મો કરી છે. જોકે, શરૂઆતમાં કેટરીનાને હિન્દી બોલવામાં તકલીફ પડતી હતી, પરંતુ તેની મહેનતના કારણે તેણે ટૂંક જ સમયમાં હિન્દી ભાષા બોલતા શીખી લીધી હતી.
14 વર્ષની વયે શરૂ કર્યું હતું મોડલિંગ
અભિનેત્રી કેટરીના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોન્ગકોન્ગના તુરકોટ્ટે કુલ નામના સ્થળે થયો હતો. કેટરીનાએ માત્ર 14 વર્ષની ઉંમરે જ મોડલિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. કેટરીનાએ વર્ષ 2003માં ફ્લોપ ફિલ્મ બૂમથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે, ફિલ્મ ભલે ફ્લોપ રહી હોય પરંતુ કેટરીના માટે તે ફિલ્મ મહત્વની સાબિત થઈ હતી. આના જ કારણે કેટરીના અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહી છે. અત્યારે કેટરીના અનેક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે તેની આગામી ફિલ્મ સૂર્યવંશી થોડા જ સમયમાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:દિશા પરમાર અને રાહુલ વૈદ્યના આજે લગ્ન, પીઠી સમારોહના ફોટા વાયરલ
હાલ વિકી કૌશલને ડેટ કરી રહી હોવાના સમાચાર
કેટરીના કૈફ હાલ વિકી કૌશલને ડેટ કરી રહી હોવાના સમાચાર
કેટરીના પોતાના લવ અફેર્સના કારણે પણ અનેક વખત ચર્ચામાં આવી છે. પહેલા કેટરીનાનું નામ સલમાન ખાન સહિત રણબીર કપૂર જેવા અભિનેતાઓ સાથે જોડવામાં આવ્યું હતું. જોકે, અત્યારે કેટરીના અને વિકી કૌશલ (Vicky Kaushal) એકબીજાને ડેટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે પરંતુ હંમેશાં કહે છે કે, તે એક બીજાના સારા મિત્રો છે. એક શોમાં કેટરીનાએ કહ્યું હતું કે, તે વિકી કૌશલ સાથે કામ કરવા માંગે છે. જેના વિશે જાણીને વિકી કૌશલ ખુબ ખુશ હતો.