- આજે સાઉથ એક્ટર મહેશ બાબૂના જન્મદિવસ
- આવનાની ફિલ્મ સરકારૂ વારી પાટાનુ ટીઝર શેર કર્યું
- સાઉથના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે મહેશ બાબૂને
હૈદરાબાદ : સાઉથ ફિલ્મ જગતના સુપર સ્ટાર મહેશ બાબૂ (Mahesh Babu Birthday) આજે તેનો 46મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મહેશબાબૂનો જન્મ 1975માં ચેન્નેઈમાં થયો હતો. આ મહત્વના દિવસે તેમણે પોતાની આવનારી ફિલ્મ સરકારૂ વારી પાટાનું ટીઝર રીલીઝ કર્યું છે.
સરકારૂ વારી પાટાનું ટીઝર આઉટ
મહેશબાબૂએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ફિલ્મ " સરકારૂ વારી પાટા' નું 1.16 મિનીટનું ટીઝર શેર કર્યું હતું. ટીઝરમાં મહેશબાબૂનો લૂક ખૂબ જ જબરજસ્ત લાગી રહ્યો છે. તે પોતાના એક્શનમાં ગૂંડાને મારતા દેખાઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ફિલ્મને પારાશુરમએ ડારેક્ટ કરી છે. ફિલ્મમાં મહેશની સાથે અભિનેત્રી કીર્થિ સુરેશ છે.
આ પણ વાંચો :આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, તમામ જ્યોતિર્લીંગોના દર્શન કરો, એક ક્લિકમાં...