બૉલીવુડમાં જ્યારે કોઈ ફિલ્મ રીલીઝ થાય ત્યારે દર્શકો તેના કન્ટેન્ટ, સ્ક્રીપ્ટ, ગીત અને ખાસ સ્ટાર્સની કેમેસ્ટ્રીને ધ્યાનમાં રાખી ફિલ્મ પસંદ કરે છે. પણ સલમાનની ફિલ્મ રીલિઝ થાય ત્યારે આ બધી વાતો ગૌણ બની જાય છે. કારણ કે, લોકો માટે બસ ભાઈજાન મહત્વના છે. એટલે જ તેને હીટ ફિલ્મને ગેરંટી ગણવામાં આવે છે.
‘બીવી હો તો એસી’ ફિલ્મમાં સાઈડ રોલ કરનારા એક્ટર આજે બૉલીવુડમાં દબંગાઈ કરી રહ્યો છે. જેને સૌ પ્રેમથી વધાવી રહ્યાં છે. માત્ર ફિલ્મોથી જ નહીં પણ 'બીઈંગ હ્યુમન' નામની ચેરીટી સંસ્થા થકી પણ તેને લોકોના મનમાં વિશેષ સ્થાન મેળવ્યું છે.
આ એક એવો સ્ટાર છે જેને 6 વર્ષના બાળકથી વુદ્ધો જોવાનું પસંદ કરે છે. એટલે જ તેની ફિલ્મો આ દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. તેની ફિલ્મો 200 કરોડને પાર બિસનેઝ કરે છે. ‘વોન્ટેડ’, ‘દબંગ’, ‘કીક’, ‘એક થા ટાઈગર’, ‘પ્રેમ રતન ધન પાયો,’ ‘બજરંગી’ ભાઈજાન’,અને ‘સુલતાન’ સહિતની અનેક ફિલ્મોએ સિનેમાઘરોમાં ધૂમ મચાવી ખાસ ‘બજરંગી’ ભાઈજાન’ ફિલ્મના પવનના નામના માસૂમ વ્યક્તિએ લોકોના મન જીતી લીધા હતા. ત્યારે ચુલબુલ પાંડે થકી પોલીસની દબંગઈ બતાવી હતી. જે હાલ પણ ‘દબંગ-3’ ફિલ્મ થકી જોવા મળી રહી છે, તો તેની એવરગ્રીન ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ ‘હમ આપકે હે કોન,’ ‘હમ સાથ સાથ હે’ ‘કુછ કુછ હોતા હે’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ આજે પણ લોકો એટલા શોખથી જોવાનું પસંદ કરે છે.