ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Birthday Ranveer Singh: બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો આજે 36મો જન્મદિવસ, અનેક કલાકારોએ પાઠવી શુભેચ્છા - Bollywood actors

બોલિવુડના ખૂબ જ હોંશિયાર અને પ્રસિદ્ધ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)નો આજે 36મો જન્મદિવસ છે. ત્યારે બોલિવુડના કલાકારો (Bollywood actors )એ રણવીર સિંહ (Ranveer Singh)ને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. રણવીર સિંહે (Ranveer Singh) પોતાના અભિનયના દમ પર બોલિવુડ (Bollywood)માં એક અલગ જ જગ્યા બનાવી છે. તો આવો જોઈએ બેન્ડ બાજા બારાત (Band Baja Barat)ના બિટ્ટુથી લઈને અનેક ફિલ્મોમાં કઈ રીતે રણવીરે તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું.

Happy Birthday Ranveer Singh: બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો આજે 36મો જન્મદિવસ, અનેક કલાકારોએ પાઠવી શુભેચ્છા
Happy Birthday Ranveer Singh: બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો આજે 36મો જન્મદિવસ, અનેક કલાકારોએ પાઠવી શુભેચ્છા

By

Published : Jul 6, 2021, 3:04 PM IST

Updated : Jul 6, 2021, 5:14 PM IST

  • બોલિવુડ અભિનેતા રણવીર સિંહ (Bollywood actor Ranveer Singh)નો આજે જન્મદિવસ (Birthday)
  • રણવીર સિંહે (Ranveer Singh) અભિનયથી બોલિવુડ (Bollywood)માં અલગ સ્થાન બનાવ્યું
  • ફિલ્મ બેન્ડ બાજા બારાત (Band Baja Barat)થી શરૂ કરી હતી કારકિર્દી

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બોલિવુડ અભિનેતા રણવીર સિંહ (Bollywood actor Ranveer Singh) આજે પોતાનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવી રહ્યો છે. ત્યારે બોલિવુડના કલાકારો રણવીર સિંહ (Ranveer Singh)ને શુભેચ્છા પાઠવી રહ્યા છે. રણવીર સિંહે (Ranveer Singh) વર્ષ 2010માં આવેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત (Band Baja Barat)થી બોલિવુડ (Bollywood)માં એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચોઃરણવીર સિંહ નાના પડદે કરશે ડેબ્યૂ, હોસ્ટ કરશે નવો ગેમ શો

રણવીરની આગામી ફિલ્મ 83 અત્યારે ચર્ચામાં છે

રણવીરે રામલીલા (Ram Leela), બાજીરાવ મસ્તાની (Bajirao Mastani), પદમાવત (Padmavat), દિલ ધડકને દો (Dil Dhadak ne Do), બેફિકરે (Befikre), લેડીઝ વર્સિસ રિક્કી બહલ (Ladies vs. Ricky Bahl), સિમ્બા (Simba), કિલદિલ (Kildil), ગુન્ડે (Gunday) જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તેની આગામી ફિલ્મ '83' ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે, આ ફિલ્મ કપિલ દેવના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં ભારત પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup) જીત્યું તે બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃશશી કપૂરનો પૌત્ર ઝહાન કપૂર Bollywoodમાં કરશે એન્ટ્રી, પહેલી ફિલ્મનું શરૂ કર્યું શૂટિંગ

રણવીર સિંહ (Ranveer Singh)ના દાદી પણ ફિલ્મોમાં કામ કરતા હતા

અભિનેતા રણવીર સિંહે (Actor Ranveer Singh) બોલિવુડ (Bollywood)માં પોતાને સાબિત કરવા માટે ઘણી મહેનત કરી છે. રણવીરના પિતા ઉદ્યોગપતિ છે. જોકે, રણવીરના પરિવારમાં તે પહેલો એવો નથી જેણે બોલિવુડમાં કામ કર્યું છે. રણવીરના દાદી પણ હિન્દી સિનેમાની જૂની ફિલ્મોમાં કામ કરતા હતા. જોકે, રણવીરના પિતા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry)માં નથી આવ્યા પરંતુ રણવીરને ફિલ્મનો વારસો તેમના દાદી પાસેથી મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. બોલિવુડમાં આવ્યા પછી રણવીર સિંહ (Actor Ranveer Singh) હંમેશા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. રણવીરે અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. રણવીર જે પણ ફિલ્મમાં કામ કરે ત્યારપછી તે ફિલ્મમાં તેણે પહેરેલા કપડાં ફેશન બની જાય છે.

Last Updated : Jul 6, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details