હિન્દી સિવાય, અસામી, કોંકણી, ભોજપુરી, ઉડિયા, પંજાબી બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગૂ, માધી, મૈથિલી, ઉર્દૂની સાથે સાથે અંગ્રેજી, ફારસી, અરબી અને ડચ ભાષાઓમાં મહોમ્મદ રફીએ સોન્ગમાં પોતાનો આવાજ આપ્યો છે.
જન્મદિવસે જાણો સુર સમ્રાટની ખાસ વાતો
મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924માં અમૃતસર (પંજાબ)માં થયો હતો. એક સમય પછી રફી સાહેબના પિતા પોતાના પરિવારની સાથે લાહોર ચાલ્યા ગયા હતા.
મોહમ્મદ રફીનું નિક નેમ 'ફીકો' હતું. અને બાળપણથી માર્ગ પર ચાલતા ફકિરોની સાથે રફી સાહેબે ગીત ગાવાનું શરૂ કર્યું હતું.
મોહમ્મદ રફીએ ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવન લાલ મટ્ટૂ અને ફિરોઝ નિઝામી પાસેથી શાસ્ત્રીય સંગતનું શિક્ષણ લીધું હતું.
13 વર્ષની ઉંમરમાં મોહમ્મદ રફીએ લાહોરમાં તે સમયે મશહૂર અભિનેતાના કે.એલ.સહગલના ગીતના ગાઇને પબ્લિક પરફોર્મસ આપ્યું હતું.
રફી સાહેબે સૌથી પહેલા લાહોરમાં પંજાબી ફિલ્મ ગુલ બલોચના માટે 'સોનિયે ની, હીરિયે ની' માટે ગીત ગાયું હતું.
મોહમ્મદ રફીએ મુંબઇ આવીને વર્ષ 1944માં પ્રથમ વાર હિન્દી ફિલ્મ માટે સોન્ગ ગાયું હતું. ફિલ્મનું નામ 'ગાંવ કી ગોરી' હતું.
મોહમ્મદ રફીએ એક દયાળુ સિંગર માનવામાં આવે છે. કારણ કે, ગીત માટે ક્યારે પણ ફીનો ઉલ્લેખ નહતા કરતા, અને ક્યારે ક્યારેક તો 1 રૂપિયામાં પણ ગીત ગાયું હતું.