ન્યુઝ ડેસ્ક: દલેર સિંહ અથવા દલેર મેહંદીનો જન્મ 18 ઓગસ્ટ 1967માં બિહારના પટનામાં થયો હતો. ગાયક સાથે દલેર મેહંદી ગીતકાર, લેખક અને રીકોર્ડ પ્રોડ્યુસર પણ છે. દલેર મેહંદીએ ભાંગડાને આખા વિશ્વમાં પ્રસિદ્ધ કર્યા હતા. દલેર મેહંદીના નામ પાછળ એક રોચક કથા જોડાયેલી છે. તેમના માતા-પિતાએ તે સમયના ડાકૂ દલેર સિંહના નામથી પ્રભાવિત થઈને તેમનું નામ રાખ્યું હતું. જ્યારે દલેર મોટા થયા તો જાણીતા ગાયક પરવેઝ મેહંદીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે પોતાના નામની પાછળ સિંહ હટાવીને મેહંદી લગાવી દીધું હતું.
ગાયકી શીખવા માટે દલેર મેહંદીએ 11વર્ષની વયે ઘર છોડી દીધું હતું અને ઘરથી ભાગીને ગોરખપૂરમાં રહેતા ઉસ્તાદ રાહત અલી ખાન સાહેબના ત્યા પહોંચી ગયા હતા. 1 વર્ષ સુધી ત્યા તે રહ્યા અને 13 વર્ષની વયે ઉત્તર પ્રદેશના જોનપૂરમાં લગભગ 20 હજાર લોકોની વચ્ચે તેમણે પહેલી વાર સ્ટેજ પફોર્મન્સ આપ્યું હતુ.
આ પણ વાંચો :અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, પવન સાથે વરસાદ