ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Birthday Daisy Shah: 2010થી મુક્યો હતો ફિલ્મી જગતમાં પગ - Daisy Shah

માત્ર 16 વર્ષની વયે ડેઝી શાહે મિસ ફોટોજેનિથી સન્માનિત કરવામાં આવી હતી. ડેઝી શાહે પોતાના ફિલ્મી કરીયરની શરૂઆત 2010થી કરી હતી. અત્યાર સુધી તેણે 2 બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

b.town
Happy Birthday Daisy Shah: 2010થી મુક્યો હતો ફિલ્મી જગતમાં પગ

By

Published : Aug 25, 2021, 7:14 AM IST

ન્યુઝ ડેસ્ક: બોલીવુડ અભિનેત્રી ડેઝી શાહનો આજે જન્મદિવસ છે. ગુજરાતી પરિવારમાંથી આવનાર ડેઝી શાહએ આર્ટસમાં બેચરલ કર્યું છે. બોલીવુડમાં આવતા પહેલા તેણે ઘણા વિજ્ઞાપનોમાં કામ કર્યું છે. ડેઝી જ્યારે 10માં ધોરણમાં હતી ત્યારે તેને મિસ ફોટોજેનિકના નામથી સન્માનિત કરવામાં આવી હતી. ડેઝીએ ખુબ નાની વયે ખાસ ઉપલબ્ધી મેળવી હતી.

ડેઝી શાહે કોરીયોગ્રાફર ગણેશ આચાર્યને ઘણા વર્ષો સુધી આસિસ્ટ કર્યું છે. તેણે ફિલ્મ જમીન અને ખાકીમાં આસિસ્ટ કર્યું હતું. ડેઝીએ પોતાના ફિલ્મી કરીયરની શરૂઆત સલમાન ખાન સાથે કરી હતી. તેરે નામની ગીત લગન લગ ગઈમાં ડેઝીએ બેકગ્રાઉન્ડ ડાંસર તરીકે કામ કર્યું હતું.

આ બાદ ડેઝીએ પોતાનું કરીયર 2010માં એક્શન ફિલ્મ વંન્દે માતરમથી કરી હતી. ડેઝીને કન્નડ ફિલ્મ બોડીગાર્ડ દ્વારા ઘણા ફેમ મળી હતી. સોથી વધુ ખ્યાતી તેણે સલમાન ખાનની ફિલ્મ જય હોથી મળી હતી. ડેઝી સલમાન સાથે રેસ 3માં પણ જોવા મળી છે.

સલમાન ખાન સાથે કામ કર્યા બાદ પણ ડેઝીનુ કરીયર ખાસ નથી ચાલી રહ્યું. કેટલાક સમયથી તે ફિલ્મોથી દુર છે પણ તે સોશ્યલ મીડિયા પણ ઘણી એક્ટીવ રહેતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details