ન્યુઝ ડેસ્ક: આશાએ ખુબ નાના વયે ગાવાનુ શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન તેમને લતા મંગેશકરના મેનેજર ગણપત રાવ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેમણે તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તે માત્ર 16 વર્ષાની હતા અને ગણપત રાવ 31 વર્ષના હતા. પરિવાર આ લગ્નની વિરૂદ્ધ હતો છતા આશાએ પરિવારના વિરૂદ્ધ જઈને ગણપત રાવ સાથે લગ્ન કર્યા હતા. આ કારણે લતા અને આશાના સંબધો વણસ્યા હતા અને બંન્ને બેહનો વચ્ચે લાંબા સમય માટે બોલચાલ બંધ હતી.
આશા અને ગણપત રાવનું લગ્નજીવન વધુ ટક્યું નહી અને બંન્ને છુટા થઈ ગયા. આ બાદ આશાના જીવનમાં મ્યુઝીક ડિરેક્ટર પંચમ દાની એન્ટ્રી થઈ. આશા ભોસલેની પહેલી મુલાકાત 1956માં થઈ હતી. આ સમય સુધીમાં આશાએ પોતાનુ નામ બનાવી લીધુ હતું. લગભગ 10 વર્ષ બાદ આર.ડી.બર્મને ફિલ્મ તિસરી મંઝીલ માટે આશા ભોસલેનો સંપર્ક કર્યો હતો.