ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Happy Birthday Hansika Motwani: હંસિકા મોટવાની ફિલ્મોમાંથી ગાયબ? શું કરે છે જાણો - હંસિકા મોટવાણી જન્મદિવસ

હિન્દી ફિલ્મના વીતેલા દશકમાં બાળ અભિનેત્રી તરીકે ખૂબ લોકપ્રિય એવી હંસિકા મોટવાણીનો આજે જન્મદિવસ છે. હંસિકા ( Hansika Motwani ) હિન્દી ફિલ્મોમાં અજમાઇશ કર્યાં બાદ ધારી સફળતા ન મળતાં મોટા પડદા પરથી ગાયબ થઈ ગઇ એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. હંસિકા હવે સાઉથની સુપરસ્ટાર કહેવાય છે.

Happy Birthday Hansika: હંસિકા મોટવાની ફિલ્મોમાંથી ગાયબ? શું કરે છે જાણો
Happy Birthday Hansika: હંસિકા મોટવાની ફિલ્મોમાંથી ગાયબ? શું કરે છે જાણો

By

Published : Aug 9, 2021, 1:07 PM IST

  • હંસિકા મોટવાણીને જન્મદિવસે શુભેચ્છા
  • હંસિકાને હિન્દી ફિલ્મોમાં ખાસ સફળતા ન મળી
  • સાઉથની ફિલ્મોમાં ખૂબ જ સફળતા મેળવી સુપરસ્ટાર બની હંસિકા

ન્યૂઝ ડેસ્કઃ તમને 'શાકા લાકા બૂમબૂમ' ની નાનકી હંસિકા મોટવાની ( Hansika Motwani ) તમને યાદ છે?... હંસિકાએ આ સિરિયલમાં 'શોના'નું પાત્ર ભજવ્યું હતું. બાળકો પર આધારિત આ સીરિયલ દૂરદર્શન પર ખૂબ જ લોકપ્રિય હતી. જ્યારે હંસિકા ફિલ્મ 'હમ કૌન હૈં'માં 2004માં બાળ અભિનેત્રી તરીકે જોવા મળી હતી. પરંતુ માત્ર 3 વર્ષ બાદ એણે એકદમ 'આપકા સૂરૂર'થી તેની મુખ્ય અભિનેત્રી તરીકેની કારકિર્દી શરૂ ત્યારે તેને જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. જોકેે હંસિકા હિન્દી સિનેમામાંથી લાંબા સમયથી ગાયબ છે.

બાળ અભિનેત્રી તરીકે ખૂબ જ લોકપ્રિય

બાળ અભિનેત્રી તરીકે હંસિકા મોટવાણી ( Hansika Motwani ) હિન્દી સિનેમામાં ખૂબ જ લોકપ્રિય બની હતી. તે ઘણા નાટકો, ફિલ્મો અને જાહેરાતોમાં જોવા મળ્યો હતો. 2003માં એણે હૃતિક રોશનની ફિલ્મ કોઈ મિલ ગયામાં કામ કર્યું પછી હમ કૌન હૈમાં બાળ કલાકાર તરીકે છેલ્લે દેખાઈ. હંસિકાએ આ પછી વિરામ લીધો અને 3 વર્ષ બાદ તે હિમેશ રેશમીયાની ફિલ્મથી મોટા પડદે પહેલીવાર આવી ત્યારે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

તસવીરો: Instagram

'તેરા સૂરૂર'માં મુખ્ય અભિનેત્રી

'તેરા સૂરૂર'માં તેનાથી 18 વર્ષ મોટા હીરો હિમેશ રેશમિયા સાથે રોમાન્સ કરતી હંસિકા ( Hansika Motwani ) જોવા મળી હતી. અગાઉ તેણે સાઉથની ફિલ્મમાં 'દેસામુસુર'થી ડેબ્યૂ કર્યું હતું. 'તેરા સૂરૂર'માં હંસિકા માત્ર 16 વર્ષની હતી અને હિમેશ રેશમિયા 34 વર્ષનો હતો. હિમેશ અને હંસિકા બંનેને આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ ભલે મળ્યો હતો પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તે ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં જોવા મળી.

હંસિકાએ જમાવ્યું સાઉથની સુપરસ્ટારનું સ્થાન

બોલિવૂડમાં ખાસ સફળતા ન મળતાં હંસિકાએ ( Hansika Motwani ) દક્ષિણ તરફ નજર દોડાવી હતી અને હવે તે સાઉથની સુપરસ્ટાર છે. હંસિકાએ તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હંસિકા ભલે હિન્દી સિનેમામાં ન જોવા મળે પરંતુ તે દક્ષિણની ફિલ્મોમાં એક મોટી સ્ટાર ગણાય છે.

આ પણ વાંચોઃ Happy Birthday: સાઉથના એક્ટર મહેશબાબૂનો જન્મ દિવસ

આ પણ વાંચોઃ Bollywood actress કિઆરા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ કરાવ્યું ફોટોશૂટ, ફોટોઝ થયા વાયરલ

ABOUT THE AUTHOR

...view details