ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હંસલે મહેતાએ કરી આશિષ રોયને આર્થિક મદદ - હંસલ મહેતા

આશિષ રોયે ડાયાલિસિસ માટે આર્થિક મદદ માટે સોશિયલ મીડિયામાં અપીલ કરી હતી. આ અભિનેતાને મદદ કરવા ડિરેક્ટર હંસલ મહેતા આગળ આવ્યા છે. આ સાથે તેમને અભિનેતા માટે મદદ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયનને પણ અપીલ કરી હતી.

hansal mehta
hansal mehta

By

Published : May 20, 2020, 11:32 AM IST

મુંબઈ: 'વ્યોમકેશ બક્ષી' ફેમ ટીવી એક્ટર આશિષ રોયે તેની નબળી તબિયત વિશે જણાવ્યું અને લોકોને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી. અભિનેતા હાલમાં આઈસીયુમાં છે. તે ડાયાલિસિસની સારવાર હેઠળ છે.

અભિનેતાની ખરાબ હાલત જોઈને ફિલ્મ નિર્માતા હંસલ મહેતા આગળ આવ્યા છે. હંસલ મહેતા બને તેટલી મદદ પણ કરી છે. મહેતાએ ટ્વિટમાં લખ્યું કે, અભિનેતા આશિષ રોય(બોન્ડ) ખૂબ બીમાર છે, આઈસીયુમાં ડાયાલીસીસની સારવાર લઈ રહ્યો છે. તેને ફેસબુક પર આર્થિક મદદ માટે અપીલ કરી હતી. મારાથી બનતી મદદ કરી રહ્યો છું. શું ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુનિયન પણ તેને અભિનેતાને મદદ કરશે? તેને સુશાંત સેઝ અને અશોક પંડિતને પોતાની આ પોસ્ટમાં ટેગ કર્યા હતા.

આશિષ રોયે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું આઈસીયુમાં છું, હું ખૂબ બીમાર છું. ડાયાલિસિસ કરવા માટે તાત્કાલિક પૈસાની જરૂર છે. આશિષ રોયની આ પોસ્ટ પછી તેના ચાહકો અને મિત્રોએ તેમને વહેલી તકે સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે કેટલાક લોકોએ તેમને તેના બેંક ખાતાની વિગતો પણ પૂછ્યા હતા, જેથી તેઓ આશિષ રોયની મદદ કરી શકે.

ઉલ્લેખનીય છે કે, આશિષ રોય લગભગ 2 દાયકાથી ટેલિવિઝન વર્ડમાં કામ કરી રહ્યો છે. સિરિયલો ઉપરાંત તેને 'સુપરમેન રિટર્ન્સ', 'ધ ડાર્ક નાઈટ', 'ગાર્ડિયન ઓફ ગેલેક્સી', 'ધ લિજેન્ડ ઓફ ટારઝન', 'જોકર' અને ઘણી હોલીવુડ ફિલ્મોમાં ડબ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details