ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હંસલ મેહતા 'મસકલી' રીમેકથી નાખુશ, કહ્યું- 'ખરાબ' અને 'કાનફાડ' - હંસલ મહેતા મસકલી રીમેક

એ. આર રહમાન અને ગીતકાર પ્રસૂન જોશી બાદ હવે ફિલ્મ નિર્માતાએ પણ તારા સુતારિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફીચર્ડ 'મસકલી 2.0'ને લઇને નિરાશા વ્યક્ત કરી છે. નિર્માતા હંસલ મેહતાએ કહ્યું કે, નવું વર્ઝન 'ખરાબ' અને 'કાનફાડ' છે.

Etv Bharat, Gujarati News, hansal mehta masakali 2.0
hansal mehta masakali 2.0

By

Published : Apr 11, 2020, 11:52 AM IST

મુંબઇઃ ફિલ્મ નિર્માતા હંસલ મેહતાએ ઑસ્કર વિજેતા એ.આર રહમાનના ફેમસ ગીત 'મસકલી'ના રીમેક વર્ઝનને ખરાબ અને કાનફાડ કહ્યું છે.

નવું વર્ઝન 'મસકલી 2.0' સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા પર ફિલ્માવવામાં આવ્યું છે અને તુલસી કુમાર અને સચેત ટંડને અવાજ આપ્યો છે.

મેહતાએ ટ્વીટ કર્યું કે, 'જૂના ગીતનું રીક્રિએશન થઇ શકતું નથી, જો લોકો તેને નકારે. યૂટ્યુબ પર જૂના ગીતના ખરાબ વર્ઝનની ભરમાર છે અને એ માટે જ મ્યુઝિક કંપનીઓ તેને બનાવી રહી છે. વીડિયોઝ જોવા બંધ કરવા જોઇએ. આ ગીતને સાંભળવા બંધ કરવા જોઇએ. તેમને કાર્યક્રમમાં વગાડવા બંધ કરવા જોઇએ. તે આપોઆપ અટકી જશે.'

તેમણે કહ્યું કે, લોકો જો તેને સાંભળવાનું બંધ કરી દે તો નિર્માતા બનાવવાનું બંધ કરશે.

મેહતાએ વાતને ફેરવીને કહ્યું કે, તે નવા વર્ઝન વિશે વાત કરી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું કે, 'હાં હું ખરાબ, કાનફાડ મસકલી વર્ઝનની વાત કરી રહ્યો છું, પરંતુ છેલ્લા 48 કલાકમાં તેને યૂટ્યુબ વ્યુઝને જોવો. પછી બતાવીશું કે કઇ રીતે કોઇ ડીજે તેને કાર્યક્રમમાં વગાડે છે અને લોકો કઇ રીતે આ ખરાબ વર્ઝન પર પણ ઝૂમતા જોવા મળે છે.'

આ પહેલા રહમાન અને ગીતકાર પ્રસૂન જોશીએ પણ આ નવા વર્ઝનને લઇને નિરાશા વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details