ચેન્નઈઃ તમિલ અભિનેત્રી રેખાએ હાલમાં જ 1986ની ફિલ્મ ‘પુન્નાગઈ મન્નાન’માં કમલ હાસને તેમને ‘અનપ્લાન્ડ કિસ’ કરી હોવાનો ખુલાસો કર્યો હતો, ત્યારબાદ ઈન્ટરનેટ પર ખૂબ ધમાસાણ મચી હતી. વળી કેટલાંક ઈન્ટરનેટ યુઝર્સે તો અભિનેતા કમલ હસનને માફી માગવાની માગ કરી હતી.
કમલ હાસન તમિલ સ્ટાર રેખાની માફી માગે, ઈન્ટરનેટ યુઝર્સની માગ - 1986ની ફિલ્મ ‘પુન્નાગઈ મન્નાન’
વેટરન સુપરસ્ટાર કમલ હાસનથી ઈન્ટરનેટ યૂઝર્સ માગ કરી રહ્યા છે કે, તેમણે તમિલ સ્ટાર રેખા પાસે ‘અનપ્લાન્ડ કિસ’ માટે માફી માગવી જોઈએ. જે તેમણે 1986માં ફિલ્મ ‘પુન્નાગઈ મન્નાન’ ફિલ્મમાં કરી હતી.
અભિનેત્રીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "તે ફક્ત 16 વર્ષના હતા, જ્યારે તેમણે આ સીન કર્યો હતો." મળતી માહિતી પ્રમાણે, અભિનેત્રીએ જણાવ્યું હતું કે, "મેં સોવાર કહ્યું છે કે, આ સીન મારી જાણકારીમાં શૂટ થયો હતો. લોકો મને વારંવાર આ સીન વિશે પૂછે છે, હવે લોકોને જવાબ આપીને થાકી ગઈ છું. " અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે, 'કિસ સ્ક્રીન પર તે વ્યભિચાર કે જબરદસ્તીથી કરી હોય તેવી નહોતી લાગતી. ફિલ્મમાં તેની જરૂર હતી, પરંતુ હું એ સમયે એક નાની છોકરી હતી અને મને તેના વિશે ખબર નહોતી.
દિગ્દર્શક બાલચંદરે કમલને કહ્યું કે, આંખો બંધ કરો, તમને યાદ છે મેં તમને જે કહ્યું હતું, ઠીક છે? અને કમલે કહ્યું...હા તેમને યાદ છે. પછી અમારે 1..2..3 સાથે કૂદવાનું હતું. અમે ચુંબન કર્યું અને પછી કૂદી ગયા. જ્યારે મેં તેને થિયેટરમાં જોયો, ત્યારે મને સમજાયું કે તેની કેટલી અસર થઈ." આ રીતે માત્ર 16 વર્ષીય રેખાએ 10 પાસ કર્યા બાદ આ ફિલ્મ કરી હતી. જેના વિશે તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ સેન્સર બોર્ડ પાસ કરશે નહીં.