મુંબઈ: ફિલ્મ ‘ગલી બોય’ રિલીઝ થયા બાદ તેને ઘણી પ્રશંસા મળી છે. જોયા અખ્તરના નિર્દેશનથી બનેલી ફિલ્મ ને વિદેશમાં પણ ઘલોકોએ પસંદ કરી હતી.
ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં બુકિયોન ઇન્ટરનેશનલ ફેન્ટાસ્ટિક ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ એશિયાઇ ફિલ્મ માટે NIPAC અવોર્ડ જત્યા બાદ ફિલ્મને લોકોની માંગ પર રિક્વેસ્ટ સિનેમા સ્ક્રિનિંગ શ્રેણી દ્વારા પ્રતિષ્ઠિત બુસાન 'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં આમંત્રિત કરવામાં આવી હતી.
ગલી બોય' ફિલ્મને 'ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'માં આમંત્રિત કરવામાં આવી ‘ગલી બોય’ ફિલ્મને 2019 માં 92 માં ઓસ્કર માટે ભારતની અધિકારી પ્રતિષ્ઠાના રૂપમાં નોમિનેટ કરવામાં આવી હતી.
આ ફિલ્મ કેટલાયે પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકી છે અને તેની સાથે એક ફિલ્મ દ્વારા ફિલ્મ ફેર એવોર્ડ જીતવાનો રેકોર્ડ પણ તેના નામે કરી ચૂકી છે.
જોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી આને વિજય રાજત મહત્વના પાત્રોમાં જોવા મળ્યા હતા.
ફિલ્મમાં રણવીરે મુરાદનો રોલ નિભાવ્યો હતો. જે મુંબઈની બસ્તીઓમાં રહેતો હતો અને રેપર બનવાનુ સપનું હતું તેનું સ્ટ્રીટ રેંપિંગ દ્વારા પ્રેમની દુનિયામાં નામ કમાવવા માગતો હોય છે. ફિલ્મ ‘ગલી બોય’ 14 ફેબ્રુઆરી 2019 ના રોજ રીલિઝ થઈ હતી.