મુંબઈ: કોરોના વાઇરસના પગલે જ્યારે સિનેમા ઘરોમાં તાળા લાગેલા છે ત્યારે શૂજીત સરકારની આગામી અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનાર છે.
‘ગુલાબો સિતાબો’ ને 15 ભાષાઓમાં સબટાઇટલ સાથે રજૂ થશે - અમિતાભ બચ્ચન
શુજિત સરકારની આગામી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ જેમાં પહેલીવાર અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની જોડી જોવા મળી રહી છે તેનું 200 દેશોમાં કુલ 15 ભાષાઓમાં સબટાઇટલ સાથે વર્લ્ડ પ્રીમિયર યોજવામાં આવશે.

‘ગુલાબો સિતાબો’ ને 15 ભાષાઓમાં સબટાઇટલ સાથે રજૂ કરવામાં આવશે.
ફિલ્મનું પ્રીમિયર કુલ 15 ભાષાઓના સબટાઈટલ સાથે રજૂ કરવામાં આવશે. જેમાં અંગ્રેજી, અરેબિક, રશિયન, પોલિશ, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ, ઇટાલિયન, પોર્ટુગીઝ, કોરિયન જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.
આ ફિલ્મને 12 જૂને રિલીઝ કરવામાં આવશે.