આયુષ્માન ખુરાનાની અપકમિંગ વિચિત્ર કોમેડી ફિલ્મ પહેલા 2020માં 24 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં પ્રથમ વખત ટેલેન્ટેડ એક્ટર આયુષ્માન ખુરાના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેયર કરતા દેખાશે.
ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ હેંડલ પર ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર અંગેની માહિતી આપી હતી. માહિતી શેયર કરતા ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે ફિલ્મનો એક ફોટો પણ શેયર કર્યો જેમાં આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચન બન્ને પોતાના અલગ અલગ લુકમાં નજર આવી રહ્યા છે.
ફોટોમાં આયુષ્માને બ્રાઉન કલરની સ્ટ્રિપ્ડ શર્ટ પહેરી છે અને સાથે સફેદ પેન્ટ પહેર્યું છે. તો બીજી તરફ બિગ બી પોતાની સફેદ દાઢી અને વિચિત્ર નાકમાં દેખાઈ રહ્યા છે અને તેઓએ ગ્રીન કલરના કુર્તા સાથે સફેદ પજામો અને મફલર પહેર્યું છે. તેમજ તેમના ખભા પર એક થેલી લટકાવી છે.
બન્ને એક્ટર્સની અન્ય અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો આયુષ્માન પોતાની અપકમિંગ ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' ની તૈયારીમાં છે તો બિગ બી અપકમિંગ ફિલ્મ 'ચેહરે' માં ઈમરાન હાશ્મી સાથે નજર આવશે. જે 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.