રશ્મિ દેસાઇ
રશ્મિ દેસાઇ ટીવી એક્ટ્રેસ છે તથા તેણે 2012મા 'ઝલક દિખલા જા 5' માં ભાગ લીધો હતો. 2014માં તે 'ખતરો કે ખેલાડી' માં પણ જોવા મળી હતી. 2015મા 'નચ બલીયે 7' મા જોવા મળી હતી. કલર્સ શો 'દિલ સે દિલ તક' માં તેણે શોર્વોરીની ભૂમિકા નિભાવી છે. હાલ તે રિયાલિટી શો 'બિગ બોસ 13' માં સ્પર્ધક તરીકે ભાગ લઇ રહી છે.
રશ્મિ દેસાઇએ 2012 માં તેની સીરીયલ 'ઉતરન' ના કોસ્ટાર નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ઘણા વર્ષો પછી, આ કપલે 2014 માં છૂટાછેડા માટે અરજી કરી હતી અને 2015 માં તેઓ અલગ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, પ્રખ્યાત એક્ટર તથા ગુજરાતી છોકરી રશ્મિ દેશાઈએ શોમા ભાગ લેવા માટે મોટી રકમ લીધી છે. રશ્મિ દેશાઈને બિગ બૉસના ઘરમાં રહેવા માટે 1.2 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે તે આ શોની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે.
સિદ્ધાર્થ શુક્લા
સલમાન ખાને સિદ્ધાર્થ શુક્લાને બોલાવ્યો છે. સિદ્ધાર્થ શુક્લાએ 'સેક્સી બૉય' ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા ટીવી એક્ટર છે. એમણે 'બાલીકા વધુ'થી લઇને અન્ય ટીવી સીરિયલમાં કામ કર્યું છે.
સિદ્ધાર્થ ડે
સિદ્ધાર્થ ડેની બિગ બોસના ઘરમા ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. સિદ્ધાર્થ ડે વ્યવસાયથી લેખક છે.