અમદાવાદઃ દુનિયાની મહામારી નોવેલ કોરોના વિરુદ્ધ જીત પ્રાપ્ત કરવા દેશના પીએમ નરેન્દ્ર મોદીએ આખા ભારત દેશમાં ફરી 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે. આ દરમિયાન કલાકારો લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતી કલાકારોએ પણ લોકોને ઘરમાં રહી સોશિયલ ડિસ્ટન્સ જાળવી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.
કોરોનાની લડત સામે ગુજરાતી કલાકારોનો અનોખો સંદેશ, જુઓ વીડિયો... - GUjarati news
કોરોના વાઈરસને લઈને અનેક વિવિધ ભાષાના કલાકારો પોતપોતાની ભાષમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યાં છે., ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોએ પણ એક વીડિયોના માધ્યમથી લોકોને સંદેશો આપ્યો છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ પણ સાથે મળીને એક ગીત બનાવ્યું છે અને સોશિયલ મેસેજ આપ્યો છે. કલાકારો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તમે ખરા સમયમાં દેશની સેવા કરવા માંગતા હોય તો આ 21 દિવસ પોતાના ઘરની બહાર નીકળતા નહીં, ત્યારે હવે સામન્ય નાગરીકો પણ પીએમના નિર્ણયને સમર્થન આપી ઘરમાં બેસી એક્ટિવ પ્રવુતિ કરી રહ્યાં છે.
અમદાવાદમાં 862 કેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે, જે વસ્તુ લોકો માટે ખતરાની ઘંટી બની ગઈ છે. કોરોના વાઈરસની મહામારીથી લોકો ડરેલા છે. આ માટે પોઝિટિવિટીની અત્યંત જરૂર છે અને તેના માટે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આગળ આવીને આ ગીતની પ્રસ્તુતિ કરી છે. જેમાં ૩૦ જેટલા કલાકારોએ ભાગ લીધો છે અને ખૂબ જ સુંદર મેસેજ આપ્યો છે.