- ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ ગીત ગાઈને વરસાદનું કર્યું સ્વાગત
- અરવિંદ વેગડાએ ઈન્સ્ટાગ્રામ પર વરસાદ પર ગાયેલા ગીતનો વીડિયો કર્યો શેર
- અરવિંદ વેગડાએ 'આખીર તુમ્હે આના હૈ' ગીત ગાઈને વરસાદનું કર્યું સ્વાગત
અમદાવાદઃ ભાઈ ભાઈ' ફેમ એ પોતાના અવાજથી દર્શકોની વચ્ચે એક અલગ જ સ્થાન મેળવ્યું છે. તેમનું 'ભાઈ ભાઈ' ગીતે તો ધૂમ મચાવી દીધી હતી. જોકે, હાલમાં રાજ્યમાં ગુરૂવારે વરસાદ પડ્યો હતો. ત્યારે અરવિંદ વેગડાએ 'આખીર તુમ્હે આના હૈ ઝરા દેર લગેગી' ગીત ગાઈને વરસાદનું સ્વાગત કર્યું હતું. જોકે, અરવિંદ વેગડાએ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'ફેન'માં પણ ગુજરાતી વર્ઝનનું એક ગીત ગાયું છે.
'ભાઈ ભાઈ' ફેમ ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ કઈ રીતે કર્યું વરસાદનું સ્વાગત ? આ પણ વાંચોઃ મેગાસ્ટાર નરેશ કનોડિયાની ચીર વિદાય: જૂનાગઢના લોક ગાયક રાજભા ગઢવીએ અર્પી શ્રદ્ધાંજલિ
ગુજરાતના પ્રખ્યાત ગીતકાર અરવિંદ વેગડા
અરવિંદ વેગડા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત ગીતકાર છે. આ સાથે તેઓ હંમેશા નવા નવા અંદાજમાં ગીત ગાઈને દર્શકોને હંમેશા કંઈક નવું આપવાનો પ્રયાસ કરે છે. જોકે, વરસાદના આગમન પર તેમણે ગાયેલું હિન્દી ગીત તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. આ વીડિયોમાં અરવિંદ વેગડા હિન્દી ગીત ગાતા નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચોઃઆ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે ડાંગના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય...
અરવિંદ વેગડાનું ગુજરાતી ગીત ભલામોરી રામા છે પ્રખ્યાત
ઉલ્લેખનીય છે કે, અરવિંદ વેગડાનું 'ભલા મોરી રામાં ભલા મોરી રામા ભાઈ ભાઈ' ગીત ખૂબ જ પ્રખ્યાત છે. અરવિંદ વેગડા જ્યાં પણ જાય ત્યાં એક વાર તેમને આ ગીત ગાવવાનું અચૂક કહેવામાં આવતું હોય છે. અરવિંદ વેગડાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, બારીસ કા બહાના હૈ ઝરા દેર લગેગી. એટલે કે મોડો આવશે પણ વરસાદ આવશે ખરા. અરવિંદ વેગડા ક્યારેક સાબરમતી રિવરફ્રન્ટ પર સાઈકલિંગ કરતા જોવા મળે છે.
'ભાઈ ભાઈ' ફેમ ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ કઈ રીતે કર્યું વરસાદનું સ્વાગત ?