હેલ્લારોની કહાની 1975ની છે. ગુજરાતના કચ્છમાં સતત ત્રીજા વર્ષે પણ વરસાદ થયો નથી. પાણીની ઘણી સમસ્યા છે. દુકાળની સ્થિતિ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે, સ્વચ્છ હવા નથી. આ ગામ ફક્ત પુરૂષો જ ગરબા રમી શકે છે. મહિલાઓને ગરબા રમવાની મનાઈ છે. પરંતુ, એક દિવસો એવો આવે છે કે, જ્યાં ગામની મહિલાઓને એક બાહોશ વ્યકિત મળે છે. મહિલાઓ તે માણસને પાણી પીવડાવે છે અને તેને ઢોલ વગાડવા માટે કહે છે. ઢોલના તાલે મહિલાઓ ગરબા રમે છે. પછી ધીમે ધીમે આ દરરોજનું થઈ જાય છે. આ મહિલાઓ દુર પાણી ભરવા જાય છે અને રસ્તામાં તે વ્યકિતને ઢોલ વગાડવાનું કહે છે. જેના તાલે મહિલા ગરબા રમે છે. એક દિવસ ગામના લોકો મહિલાઓને ગરબા રમતા જોઈ જાય છે. આખું ગામ વિરોધમાં આવી જાય છે. પરંતુ, મહિલાઓ ગુલામીમાં રહેવાની જગ્યાએ આઝાદ થઈને મરવાનો વિકલ્પ પંસદ કરે છે.
ઢોલિવુડ માટે ગૌરવ: હેલ્લારોની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ - સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ
ન્યૂઝ ડેસ્ક: સોમવારે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના હસ્તે 66માં નેશનલ એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ મળ્યો છે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક માટે વિક્કી કૌશલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અંધાધુન માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
હેલ્લારો
'હેલ્લારો'નું નિર્દેશન અભિષેક શાહે કર્યું છે. તેમની સાથે પ્રતીક ગુપ્તા અને સૌમ્યા જોશીએ આ ફિલ્મ લખી છે. અભિષેકે આ પહેલા થિયેટર આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. અભિનેતા તરીકે તેમને 'બે યાર' ફિલ્મમાં કામ કર્યું હતું. જે 2014માં આવેલી સુપરહીટ ગુજરાતી ફિલ્મ હતી. હેલ્લારોનું નિર્માણ હરફનમૌલા ફિલ્મસ નામના પ્રોડક્શને હાઉસે કર્યુ છે. આ ફિલ્મ 'હેલ્લારો' 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે. હેલ્લારોએ ગુજરાતી સિનેમામાં ધૂમ મચાવી હતી.