અજમેર (કાજસ્થાન): કોરોના મહામારીથી દેશના લોકોનું જીવન બદલાઈ ગયું છે. લોકોના ધંધામાં પણ બદલાઈ ચૂક્યા છે. આ રોગચાળા વચ્ચે લોકોએ કૌટુંબિક અને આર્થિક બંને રીતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એમાંથી એક ગિટારવાદક મન્નાન છે, જે છેલ્લા 10 વર્ષથી ગિટાર વગાડતા હતા. પરંતુ કોરોના મહામારીમાં કારણે આજે તેમને રસ્તા પર માસ્ક અને સેનિટાઈઝ વેચવાની ફરજ પડી છે.
આ અંગે વાત કરતાં મન્નાનેે જણાવ્યું હતું કે, ગત મહિને તેમના પિતાનું મૃત્યુ થયું હતું. જેથી પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. તો બીજી તરફ લોકડાઉનના કારણે રોજગારના તમામ ક્ષેત્રો પણ બંધ થઈ ગયા હતા અને તેઓ આર્થિક ભાંગી પડ્યા હતા.
આગળ વાત કરતાં મન્નાનને કહ્યું હતું કે, તેમણે વૉઇસ ઓફ રાજસ્થાન સહિતના ઘણા મોટા પ્લેટફોર્મ પર કામ કર્યુ છે, પૂર્વ પ્રવાસન પ્રધાન બિના કાકના જન્મદિવસ પ્રસંગ પરફોર્મ કર્યુ હતું. જેમાં સલમાન ખાન પણ સામેલ થયા હતા. પણ આજે પરિસ્થિતિ કંઈક જુદી જ છે.
મન્નાને કહ્યું હતું કે, આ રીતે જીવન બદલાઈ જશે એવું ક્યારેય વિચાર્યુ નહોતું. જીવનમાં આટલો મોટું પરિવર્તન આવશે કે, તેમને વૈશાલી નગરની શેરીઓમાં, કારમાં સેનિટાઇઝર અને માસ્ક વેચવા પડશે.
વેડિંગ ઈવેન્ટ હોટલ સેલિબ્રેશન થયા બંધ
મન્નાએ કહ્યું હતું કે, તેઓ આ અનંતા રિસોર્ટ સાથે મોટા કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. પરંતુ રાજસ્થાન સરકારની માર્ગદર્શિકાને પગલે તમામ ઇવેન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ તમામ પ્રકારના પ્રસંગો બંધ કરવામાં આવ્યા છે. જેથી તેમની આવક બંધ થતાં તેઓ હાલ માસ્ક અને સેનિટાઈઝર વેચી રહ્યાં છે.