મુંબઈઃ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કરાણે ભીડભાડથી છલોછલ મુંબઈ આજે સૂમસામ વર્તાઈ રહ્યું છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહી રહ્યાં છે. ત્યારે અભિનેતા ઋષિ કપૂર તેના ટ્વીટ કારણે ટ્રોલ થઈ રહ્યો છે.
ઋષિ કપૂરે ટ્વીટ કર્યુ હતું કે, "સરકારે સાંજના સમયે લાઈસન્સવાળી દારૂની દુકાનોને ખોલવા દેવી જોઈએ. મારી વાતને નકરાત્મક રીતે ન જોતા પણ ઘરમાં બેસી રહેલો વ્યક્તિ તણાવનો ભોગ બને છે."