મુંબઈઃ બુધવારે ગોવિંદાના દિકરા યશવર્ધનની કારનો અકસ્માત થયો હતો. મળતી માહિતી પ્રમાણે, ગોવિદા દિકારાનો અકસ્માત યશરાજ ફિલ્મ્સની ગાડી સાથે થયો હતો. આ અંગે વાત કરતા ગોવિંદા કહ્યું હતું કે, યશવર્ધનનો જે ગાડીથી અકસ્માત થયો હતો. જેમાં યશ ચોપડાની પત્ની પામેલા ચોપડા હતા. હેરાનીની વાત એ છે કે, તેમને અકસ્માતથી જાણ હતી છતાં પણ તેમણે આટલા દિવસમાં મારા દીકરાની ખબર પૂછવાની તસ્દી લીધી નહોતી.
યશરાજ ફિલ્મ્સની કારથી થયો ગોવિંદાના પુત્રનો અકસ્માત, ખબર-અંતર ન પૂછતાં ગોવિંદા નારાજ - ગોવિંદાના દીકારાનો કાર અકસ્માત
બોલિવૂડ સ્ટાર ગોવિંદાના દિકરા યશવર્ધનનો 24 જૂને મુંબઈના ઝૂહૂ વિસ્તારમાં અકસ્માત થયો હતો. જે કારથી યશવર્ધનનો અકસ્માત થયો હતો, તે યશરાજ ફિલ્મ્સની હતી. આ અકસ્માતમાં યશવર્ધનને કોઈ ખાસ ઈજા થઈ નહોતી. જેથી આ મામલો પોલીસ કેસ વગર સમજણથી થાળે પડ્યો હતો. જો કે, આ દરમિયાન યશરાજ ફિલ્મ્સે ગોવિંદાના દિકરાની ખબર-અંતર પૂછી ન હોવાથી ગોવિંદાએ નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં ગોવિંદાના દિકરાને કોઈ ખાસ ઈજા થઈ નથી. ઝૂહુ પોલીસ સ્ટેશનમાં આ મામલે કાર્યવાહી થઈ હતી.તે દરમિયાન યશરાજ ફિલ્મ્સના બે વ્યક્તિ હાજર હતા. જેમણે ગોવિંદા પાસે માફી માગી હતી અને આ મામલો થાળે પડ્યો હતો. ગોવિંદાએ આગળ વાત કરતાં કહ્યું હતું કે, યશવર્ધનને અકસ્માતમાં કોઈ ખાસ ઈજા થઈ નથી. તે હાલ ઠીક છે, પરંતુ આટલા દિવસમાં એકવાર પણ યશરાજ ફિલ્મ્સે ફોન દ્વારા પણ ખબર અંતર પૂછી નથી.
નોંધનીય છે કે, ગોવિંદા દિકરાના અકસ્માતના અહેવાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા, ત્યારબાદ લોકોએ તેના સ્વાસ્થ્ય થવાની પ્રાર્થના કરી હતી. ગોવિંદાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ગોવિંદા પોતાની છેલ્લી ફિલ્મ 2019માં 'રંગીલા રાજા' રૂપેરી પડદે જોવા મળી હતી. જે બોક્સઓફિસ પર નિષ્ફળ નીવડી હતી.