અક્ષય કુમારની ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ફિલ્મની મેઈન ચાર સ્ટાર કાસ્ટ જોવા મળે છે, અને તેમની ફરતે સ્પર્મની ઈમોજી જોવા મળે છે.
ગૂડ ન્યૂઝનું ટ્રેલર થયું રિલીઝ, અક્ષય અને કરીના આપશે ગૂડ ન્યૂઝ - ગુડ ન્યૂઝ ટ્રેલર રિલીઝ
મુંબઇ: અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટારર અપકમિંગ ફિલ્મ ગૂડ ન્યૂઝના મેકર્સે સોમવારના રોજ ફિલ્મનો મજેદાર ટ્રેલર રિલીઝ કર્યો છે. જેમાં ભરપૂર કોમેડી છે.

file photo
3 મિનટ 22 સેકેન્ડના ટ્રેલરમાં શરૂઆતમાં અક્ષય કુમાર અને કરીના કપૂર ફની પાત્રમાં પરિચય આપતા જોવા મળે છે.‘ગૂડ ન્યૂઝ’માં કરીના કપૂર-અક્ષય કુમાર તથા દિલજીત દોસાંજ-કિઆરા અડવાણી ફિલ્મમાં મિસ્ટર-મિસિસ બત્રાના રોલમાં જોવા મળે છે. બંને કપલ બાળક માટે આઈવીએફનો ઉપયોગ કરે છે. જોકે, ડોક્ટરની ભૂલની કારણે કરીનાના એગ્સ સાથે દિલજીતના સ્પર્મ તથા કિઆરાના એગ્સ સાથે અક્ષય કુમારના સ્પર્મ મિક્સ થઈ જાય છે. ત્યારબાદ બંને પરિવાર વચ્ચે જે માહોલ સર્જાય છે, તેમાં ભરપૂર હાસ્ય જોવા મળે છે.