અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ રિલીઝ બાદ છ દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ છે. ‘ગુડ ન્યૂઝ’ ગયા વર્ષે 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને રાજ મેહતાએ નિર્દેશ કરી છે અને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. બુધવારે ફિલ્મે 22.50 કરોડની કમાણી કરીને કુલ 117.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ’ 100 કરોડના ક્લબમાં સામેલ - કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ
મુંબઇ: ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી મુખ્ય ભુમિકામાં છે. રાજ મહેતાની આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. ફિલ્મે પહેલા દિવસે 18 કરોડ રૂપિયા તેમજ બીજા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે, તો આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, આ ફિલ્મે ત્રણ જ દિવસમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મ અક્ષય કુમારની 100 કરોડ ક્લબમાં સામેલ થનારી સતત ચોથી ફિલ્મ છે. ‘મિશન મંગલ’, ‘હાઉસફુલ 4’ બાદ ‘ગુડ ન્યૂઝ’ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. ફિલ્મે પહેલા દિવસે 17.56 કરોડ રૂપિયા, શનિવારે 21.78 કરોડ, રવિવારે 25.65 કરોડ, સોમવારે 13.41 કરોડ, મંગળવારે 16.20 કરોડ અને બુધવારે 22.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ગુડ ન્યૂઝની વાર્તા મુંબઈના સોફિસ્ટિકેટેડ કપલ વરૂણ બત્રા અને દિપ્તી બત્રાની છે. તેમના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે, પણ બહુ પ્રયાસ પછી પણ તેઓ માતા-પિતા નથી બની શકતા. વરૂણ અને દિપ્તી આખરે આઇવીએફથી માતા-પિતા બનવા તૈયાર થાય છે. જોકે હોસ્પિટલમાં સ્પર્મ એક્સચેન્જ થઈ જતા પરિસ્થિતિ વિકટ બની જાય છે અને તેમનું જીવન દિલજીત અને કિયારા સાથે જોડાઈ જાય છે. આ ફિલ્મમાં કોમેડીને ઇમોશનલ ટચથી દર્શાવવામાં આવી છે. ફિલ્મનું એડિટિંગ એકદમ ટાઇટ છે અને ફિલ્મની દરેક ક્ષણ તમને બાંધી રાખે છે. ફિલ્મનો વિષય બહુ ગંભીર છે પણ એને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે.