મુંબઈ: રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેંચાઇઝી ફિલ્મ ‘ગોલમાલ’ નો ચોથો ભાગ ‘ગોલમાલ અગેઇન’ને ન્યુઝીલેન્ડના થિયેટરોમાં ફરીવાર રિલીઝ કરવામાં આવશે.
‘ગોલમાલ અગેઇન’ ન્યૂઝીલેન્ડના થિયેટર્સમાં રી-રિલીઝ કરવામાં આવશે - અજય દેવગણ
રોહિત શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી આપી છે કે, તેની ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ ન્યુઝીલેન્ડમાં ફરીવાર રિલીઝ કરવામાં આવશે. લોકડાઉન બાદ રી લૉન્ચ થનારી આ પહેલી ભારતીય ફિલ્મ હશે.
‘ગોલમાલ અગેઇન’ ન્યુઝીલેન્ડના થિયેટરોમાં રી-રિલીઝ કરવામાં આવશે
આ વિશે રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, "ન્યુઝીલેન્ડ હવે કોરોનામુક્ત થઈ ગયું છે આથી ત્યાંના સત્તાધિશોએ ‘ગોલમાલ અગેઇન’ને રી-રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. 25 જૂને આ ફિલ્મ ત્યાં દર્શાવવામાં આવશે જે લોકડાઉન બાદ પ્રથમ ભારતીય ફિલ્મ હશે.
આ ફિલ્મમાં અજય દેવગણ, પરિણીતી ચોપરા, તબ્બુ, અરશદ વારસી, કુણાલ ખેમુ, તુષાર કપૂર, નીલ નીતિન મુકેશ, પ્રકાશ રાજ, સંજય મિશ્રા, શ્રેયસ તલપડે, જ્હોની લીવર જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી.