મુંબઈ: બૉલિવૂડના શાનદાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે થોડા દિવસો પહેલા જ દુનિયાને અલવિદા કહ્યું છે. જેને લઈ તેમના ફેન્સ ખુબ નિરાશ છે. હાલમાં સોશિયલ મીડિયા પર સુશાંતના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જે કોઈ ફિલ્મ પ્રમોશન અને એવોર્ડ ફંકશનનો છે. જેમાં સુંશાતને ગર્લફેન્ડનું નામ પુછવામાં આવે છે, ત્યારે સુશાંત મજાકના અંદાજમાં કહે છે કે, જરુર જણાવીશ બધાની સામે કહીશ, ગર્લફેન્ડને ખોટું લાગશે.
સુશાંતનો અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં ફિલ્મ કેદારનાથની કો-સ્ટાર સારા અલી ખાન પણ નજરે આવી રહી છે. આ વીડિયો બંન્ને કલાકારો તેમની ફિલ્મના પ્રમોશન માટે રિયાલીટી શો બિગબોસના સેટ પર ગયા હતાં. આ વીડિયોમાં સલમાન પણ જોવા મળી રહ્યો છે.