મુંબઇ: અભિનેતા અને ફિલ્મ નિર્માતા ફરહાન અખ્તર કામ પર પરત ફરવા પર ખૂબ ખુશ છે, તેમનું કહેવું છે કે, તેઓ સામાજિક અંતરનું મહત્વ સમજે છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, "કામ પર પાછા ફરવું એ રાહત અને આનંદની વાત છે. પરંતુ આપણે જે સમય પરિસ્થિતિમાં છીએ, તે જોતા સામાજિક રીતે જવાબદાર બનવું મહત્વપૂર્ણ છે. પોતાની જાતની કાળજી લેવી, કાસ્ટ અને ક્રૂ સભ્યોની જવાબદારી આપણી છે. અમે તેમને સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યા છીએ.
લોકડાઉન બાદ અભિનેતા ફરહાન અખ્તર ફરી શૂટિંગ પર, ટ્વીટ કરી માહિતી આપી - ફરહાનના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટ
કોરોના વાયરસને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કેટલાક મહિનાઓ માટે સંપૂર્ણપણે બંધ રહી હતી. પરંતુ હવે નવી માર્ગદર્શિકા સાથે ઘણું કામ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અભિનેતા ફરહાન અખ્તર પણ કામ પર પાછા ફર્યા અને કહ્યું કે,તે કામ પર જવાથી ખૂબ જ ખુશ છે.
![લોકડાઉન બાદ અભિનેતા ફરહાન અખ્તર ફરી શૂટિંગ પર, ટ્વીટ કરી માહિતી આપી લોકડાઉન બાદ અભિનેતા ફરહાન અખ્તરએ ફરી શૂટિંગ પર જતાં ટ્વિટ કરી માહિતી આપી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:12:41:1595684561-8169779-----farhan.jpg)
લોકડાઉન બાદ અભિનેતા ફરહાન અખ્તરએ ફરી શૂટિંગ પર જતાં ટ્વિટ કરી માહિતી આપી
લોકડાઉન પછી, રિતેશ સિધવાણી અને ફરહાનના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટએ તેમના આગામી પ્રોજેક્ટ્સ 'હેલો ચાર્લી' અને 'ડોંગરી ટૂ દુબઈ' પર કામ કરવાનું શરૂ કર્યું છે. શૂટિંગ દરમિયાન નિર્માતાઓએ સરકારના માર્ગદર્શિકા અને ક્રૂ સભ્યોની સલામતીનું પાલન કરવાની ખાતરી આપી છે. તેણે માત્ર 150 સભ્યો સાથે શૂટિંગ શરૂ કર્યું છે.