- અભિનેત્રી જેનિલિયા ડિસોઝાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં વાઈરલ ગીત પર મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી જેનિલિયા
- વીડિયોમાં જેનિલિયાનો પતિ રિતેશ દેશમુખ પણ કરી રહ્યો છે ડાન્સ
અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી જેનિલિયા ડિસોઝા દેશમુખ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં આવે છે. ત્યારે ફરી એકવાર જેનિલિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પતિ રિતેશ દેશમુખ, મિત્ર અભિનેતા આશિષ ચૌધરી સહિત અન્ય મિત્રો સાથે મળીને ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો- ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મમાં કોના કહેવાથી અજય દેવગનને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યાં?
'એક બાર મુઝે ભી પીલા દે શરાબી દેખ ફિર હોતા હૈ ક્યા' ગીત પર કર્યો ડાન્સ
આ વીડિયોમાં સોશિયલ મીડિયા પર ઘણું વાઈરલ થયેલું ગીત 'એક બાર મુઝે ભી પીલા દે શરાબી દેખ ફિર હોતા હૈ ક્યા' પર તમામ લોકો ડાન્સ કરી રહ્યા છે, જે તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.