ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મોટા ભાગે ઘરના ઈંટીરીયર ડેકોરેશનના ફોટોઝ શેર કરતી રહે છે. આ વખતે પણ તેણે પોતે ડિઝાઇન કરેલા ફોટોઝ શેર કર્યા હતા, જેમાં એક ફોટોમાં પાછળ દીવાલ પર એક પ્રખ્યાત પેઈન્ટરની નગ્ન જેવી તસ્વીર લટકી રહી હતી.
ગૌરી ખાને પોસ્ટ કર્યો વિચિત્ર ફોટો, યુઝર્સે શાહરુખને ટેગ કરી ટ્રોલ કરી - ઇંટીરીયર ડેકોરેશન
મુંબઇ: કિંગ ખાનની પત્ની અને ફેમસ ઇંટીરીયર ડિઝાઇનર ગૌરી ખાનને શાહરુખ ખાનના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. ગૌરી ખાન માટે એક ટ્વીટર યુઝરે લખ્યું કે, મૈડમ મને ખ્યાલ છે કે તમે ખૂબ ઓપન માઈન્ડેડ છો, પરંતુ આવી પેઈન્ટિંગસ્ ઘરમાં લગાવવી તે તમારી ભૂલ છે. @imsrkcનું નામ ખરાબ થઈ શકે છે. તેઓ સાચા પ્રેમી છે આ અશ્લિલતાની હદ છે.
Gauri khan
આ ફોટાના કારણે કિંગ ખાન પણ ગૌરી ખાનથી નારાઝ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું છે કે, SRKનું નામ બદનામના કરો મેડમ. જલ્દી ડિલીટ કરો. એક ફિમેલ યુઝરે લખ્યું છે કે, રુમ અને ડીઝાઈન સારી છે અને સુંદર રંગ પણ છે, પરંતુ આ પેઈન્ટિંગ ખૂબ ખરાબ છે. તમારે ટ્વીટ કરતા પહેલા લાખો વાર વિચારવું જોઇએ.
Last Updated : Jul 26, 2019, 9:59 AM IST