હૈદરાબાદ: આલિયા ભટ્ટની આગામી ફિલ્મ (Alia Bhatt Upcoming Movies) 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના ટ્રેલરે (Gangubai Kathiyawadi Trailer) રિલીઝની સાથે જ હંગામો મચાવી દીધો હતો. ટ્રેલરમાં આલિયાના લુક અને એક્ટિંગે લોકોમાં ફિલ્મ જોવા માટે ઉત્સુકતા પેદા કરી છે, ત્યારે આજે ફિલ્મનું પ્રથમ ગીત (Gangubai Kathiyawadi Song) 'ઢોલીડા'નું પહેલું ગીત રિલીઝ થયું છે.
ગીતમાં સુર જ્હાનવી શ્રીમાંકર અને શેલ હાડાના
આ ગીતમાં આલિયા ભટ્ટ ગરબા કરતા જોવા મળી રહી છે. આ પહેલા 9 ફેબ્રુઆરીએ આ ગીતનું ટીઝર બહાર આવ્યું હતું. જણાવીએ કે, આ ગીતને કમ્પોઝ કુમારે કર્યું છે. આ ગીતમાં સુર જ્હાનવી શ્રીમાંકર અને શેલ હાડાના છે. આ ગીતને કૃતિ મહેશે કોરિયોગ્રાફ કર્યું છે તેમજ ફિલ્મમાં સંગીત સંજય લીલા ભણસાલીનું છે.
અજય દેવગણ એક જ પણ જબરદસ્ત સીનમાં જોવા મળશે
આ પહેલા 4 ફેબ્રુઆરીએ 'ગંગૂબાઈ કાઠિયાવાડીનું' ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરે તો આગ લગાવી દીધી હતી. ટ્રેલરમાં આલિયા ભટ્ટે જ વધારો જોવા મળી રહી છે અને અજય દેવગણ એક જ પણ જબરદસ્ત સીનમાં જોવા મળી રહ્યો છે.