તેમના નિધનના સમાચાર સાંભળ્યા બાદ તેમના મિત્રો તથા સહકર્મિઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના દોસ્ત તથા સહકર્મી એન્ડી મૈકક્લે બેલફાસ્ટ લાઇવને જણાવ્યું, 'એન્ડ્રયૂને બધા પસંદ કરતા હતા. તેનામાં કંઇક એવું હતું, જે ખાસ હતું. તેમની હાજરીથી આસપાસના લોકોને ખુશી મળતી હતી, લોકોને તેમની સાથે કામ કરવામાં મજા આવતી હતી.'
'ગેમ ઓફ થ્રોન્સ'ના અભિનેતા એન્ડ્રયૂ ડનબરનું નિધન - અભિનેતા એન્ડ્રયૂ ડનબરનું નિધન
આયર્લેન્ડ: હિટ સિરીઝ 'ગેમ ઓફ થ્રોન્સ'માં અલ્ફિએ એલન દ્વારા ભજવેલી ભૂમિકા થઇયૌન ગ્રેયજોય માટે બોડી ડબલ બનાવવાને કારણે જાણીતા થયેલા એન્ડ્રયૂ ડનબરનું 30 વર્ષમાં નિધન થયું છે. ક્રિસમસની પૂર્વ સંધ્યા પર બેલફાસ્ટમાં સ્થિત પોતાના ઘરમાં તેમનું અવસાન ગયું હતું. તેમની ઉંમર આશરે 30 વર્ષની હતી. ડનબર અન્ય ઘણી હિટ સિરીઝમાં પણ કામ કરી ચુક્યા છે, જેમાંથી એક 'લાઇન ઓફ ડ્યૂટી' પણ છે. આ સિવાય તેમણે એક ડીજે તરીકે પણ કામ કર્યું હતું.
'ગેમ ઓફ થ્રોન્સ'ના અભિનેતા એન્ડ્રયૂ ડનબરનું નિધન
તેમણે પોતાની વાતને આગળ વધારતા કહ્યું, 'હું તો કહીશ કે જ્યારે અમે સેટ પર આવતા ત્યારે અમારામાંથી મોટા ભાગનાને આ અનુભવ થયો હશે, અમે ઈચ્છતા હતા કે એન્ડ્રયૂ ક્યાં છે, અમે તેમને શોધતા હતા. તે એક જેલ જેવા હતા જે હંમેશા બધાને સાથે રાખતા હતા.'