ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના મહામારી વચ્ચે કૉન્સર્ટ! FWICEએ કલાકારોને પાઠવી નોટિસ - FWICE warns Indian singers

કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી છે. પાક કલાકારો અને ભારતીય ગાયક એકસાથે ડિજિટલ કૉન્સર્ટમાં ભાગ લેવાનું વિચારી રહ્યાં હતા. આ કારણોસર (fwice) ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને આ કલાકારોને નોટિસ જારી કરીને ભારતીય ગાયકોને ચેતવણી આપી છે.

fwice-warns-indian-singers-collaborating-with-pak-artistes
FWICEએ કલાકારોને પાઠવી નોટિસ

By

Published : Apr 13, 2020, 7:43 PM IST

મુંબઈ : કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી છે. પાક કલાકારો અને ભારતીય સિંગર એકસાથે ડિજિટલ કૉન્સર્ટમાં ભાગ લેવાનું વિચારી રહ્યાં હતા. આ કારણોસર (fwice) ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશનએ આ કલાકારોને નોટિસ જારી કરીને ભારતીય ગાયકોને ચેતવણી આપી છે.

આ ગાયકો વિરુદ્ધ (fwice) ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈંડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશનએ આ કલાકારોને નોટિસ જારી કરીને ભારતીય ગાયકોને ચેતવણી આપી છે. નોટિસમાં પહેલાની જેમ જ પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે.

લૉકડાઉન દરમિયાન ભારતીય ગાયક અને પાકિસ્તાની કલાકાર સાથે પર્ફોમ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ fwiceએ ગાયકોને નોટિસ પાઠવી છે. આ કલાકારાઓ ઝૂમ અને સ્કાઈપ દ્વારા પાકિસ્તાની કલાકારો સાથે ભાગ લીધો હતો.

fwice નોટિસમાં લખ્યું છે કે, 'કોઈ પણ પ્રકારનું મનોરંજન કોઈ પણ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની કલાકારો સાથે શેર કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે.'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details