ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ફુુકરે-3'ની ધમાકેદાર તૈયારી, કોવિડ-19નો વિષય જોવા મળી શકે છે - ફુુકરે 3

ફિલ્મ ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા તેની હિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'ફુકરે' ના ત્રીજા ભાગમાં કોવિડ -19 ના વિષયને સામેલ કરવા માગે છે.

Fukrey , Etv Bharat
Fukrey

By

Published : May 23, 2020, 8:39 PM IST

મુંબઈ: ફિલ્મ ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબા તેની હિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'ફુકરે' ના ત્રીજા ભાગમાં કોવિડ -19 ના સમયને સામેલ કરવાનો વિચાર કરી રહ્યાં છે.

ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાનું કહેવું છે કે, 'ફુકરે ' નો ત્રીજો ભાગ ખુબ જ મનોરંજક હશે. તેમજ તે ફિલ્મ એક સામાજીક સંદેશો પણ આપશે. આ ફિલ્મનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવામાં આવશે.

ડિરેક્ટરે કહ્યું કે, ટીમ 'ફુકરે 3' માં કોરોના મહામારી અને લોકડાઉનની હાલની સ્થિતિ વિશે વાત કરવાનું વિચારી રહી છે. આનો ખુલાસો કરતાં તે કહે છે કે, "આ ભાગમાં એક મજબૂત સંદેશ પણ લોકોને મળશે અને તે કોમેડી શૈલીમાં રજૂ કરવામાં આવશે."

તેમણે વધુમાં કહ્યું કે, જો ટીમ કોરોના વાયરસની પરિસ્થિતિની આસપાસ ફરતી ફિલ્મ માટેના વિચારને રજૂ કરવામાં અસમર્થ રહેશે, તો તેઓ કોરોના પર એક સંપૂર્ણ ફિલ્મ બનાવવાની યોજના કરશે.

જોકે ફિલ્મની 80 ટકા સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. હાલ તેની પર કામ ચાલુ છે. જેવી સ્થિતિ સામાન્ય થશે કે આ પ્રોજેક્ટ પર આગળની કામગીરી શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details